________________
રાજનગરનાં જિનાલયો
દોશી મનજી તે દોશી પનજીનો બીજો પુત્ર હતો. તેનાં બીજાં નામ મનરાજ અને મનિયા પણ મળે છે. તે વખતે આ કુટુંબ શેઠ મનિયાના નામે વિખ્યાત હતું. તેનો જન્મ સં. ૧૬૪૦ના અષાઢ સુદ ૧૧ના રોજ અમદાવાદમાં થયો હતો.
તેણે સાધર્મિક ભાઈઓને જમાડી પાનસોપારી આપી વસ્ત્રોની પહેરામણી આપી હતી. તથા સાધર્મિકો અને વીશા શ્રીમાલી જ્ઞાતિમાં સૌને ખાંડ ભરેલી થાળી તથા મહમુદ્દી સિક્કો આપી લહાણી કરી હતી. તેણે પાંચ પર્વીનાં પારણાં કરાવ્યાં હતાં. અમદાવાદનાં બધાં જિનાલયોમાં પૂજા ભણાવી હતી અને શ્રી પાર્શ્વનાથનું નવું જિનાલય બંધાવ્યું હતું.
૧૮૫
તેણે સં ૧૭૦૨ના મોટા દુકાળમાં ગરીબોને સર્વ પ્રકારની સહાય કરી હતી. અને દુકાળને દૂર કરવા માટે જહેમત ઉઠાવી હતી. જનતા તેને બીજો ‘જગડુશાહ' કહીને બોલાવતી હતી. તેણે રત્નોની ૨૧ જિનપ્રતિમાઓ ભરાવી હતી. તથા શ્રી વિમળનાથ વગેરેની બીજી ઘણી જિનપ્રતિમાઓ ભરાવી હતી. તેમાં સ્ફટિકની એક જિનપ્રતિમા આજે પણ તેમના વંશજો પાસે વિદ્યમાન છે. તેણે રાણકપુર, હમીરગઢ, અચલગઢ, મોઢેરા, કુંભારિયા વગેરે સાત જૈન તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
તેણે પ્રતિષ્ઠિત કાવેલી કોઈ કોઈ પ્રતિમા પર કોતરેલા લેખો આજે પણ મળે છે. તેમાંનો એક લેખ અમદાવાદમાં ખાડિયા ગોલવાડના જિનાલયમાં બિરાજમાન પ્રતિમા ઉ૫૨ છે અને બીજો એક લેખ જમાલપુર દરવાજા પાસેના ટકોરશાની પોળના જિનાલયના ભોયરામાં મૂળનાયક ભગવાનની ડાબી બાજુની પ્રતિમા ઉપર છે. આજે ટોકરશાની પોળના એ દેરાસરનું સ્થળાંતર થયેલું છે અને નવા વિકસેલા સેટેલાઈટ રોડ ઉપર ‘પ્રેરણા તીર્થ’ નામના કોમ્પ્લેક્ષમાં નવા થનાર જિનાલય માટે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
શેઠ મનિયાએ શ્રી શત્રુંજય તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. તેમણે શ્રી વિમલનાથની પ્રતિષ્ઠા કરાવી. ભટ્ટારકજીની પોતાને ત્યાં પધરામણી કરાવી. બધા યતિઓને પ્રતિલાભ્યા. ૮૪ ગચ્છોમાં રૂપિયાની લહાણી કરી. સાત ક્ષેત્રોને પોષ્યાં.
મનિયા દોશીએ ધર્મનાં કાર્યોમાં તે સમયે સાત લાખની રકમ વાપરી હતી. પં શીલવિજયગણિએ સં. ૧૭૪૬માં રચેલી ‘તીર્થમાલા'માં આ અંગેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
શેઠ મનિયા ૭૦ વર્ષની ઉંમરે બીમાર પડ્યા. આથી વૈરાગ્યભાવે પં૰ મેરુવિજયગણિએ તેમનું નામ મુનિમાણેકવિજય રાખ્યું અને તેમને પં લાવણ્યવિજયના શિષ્ય બનાવ્યા. મુનિમાણેકવિજય શુદ્ધ ચારિત્ર પાળી સં. ૧૭૧૧માં અમદાવાદમાં અનશન સ્વીકારી આરાધના કરતાં શુદ્ધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને મુનિવિનયવિજય નામે એક શિષ્ય પણ હતાં.૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org