________________
રાજનગરનાં જિનાલયો
૧૭૫
જૈન વિદ્યાશાળા ઉપાશ્રય-કસુંબાવાડ દોશીવાડાની પોળમાં આવેલા કસુંબાવાડના નાકે સં. ૧૯૨૫માં વિદ્યાશાળાની સ્થાપના થઈ હતી. વિદ્યાશાળાનો આ ઉપાશ્રય સુબાજી રવચંદ નામના શ્રેષ્ઠીએ બાંધ્યો હતો.
વિદ્યાશાળાનો આ ઉપાશ્રય “બાપજી મહારાજને કારણે ઘણો જ પ્રસિદ્ધિમાં આવ્યો હતો. અમદાવાદની ખેતરપાળની પોળમાં શેઠ મનસુખલાલ અને તેમનાં પત્ની ઉજમબાઈથી સં. ૧૯૧૧માં “બાપજી મહારાજનો જન્મ થયો હતો. તેમણે સં૧૯૩૪ના જેવરના દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી. સં. ૧૯૫૭માં સુરતમાં પન્યાસ પદવી મેળવી અને સં૧૯૫૭માં અમદાવાદમાં આચાર્ય પદવી પ્રાપ્ત કરી. સં. ૨૦૧૫ના ભાવ વ. ૧૪ને ગુરુવારે તા. ૧-૧૦-૧૯૫૯ના રોજ બપોરે ૧ કલાક અને ૨૨ મિનિટે અમદાવાદમાં વિદ્યાશાળાના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા હતા.
તેમણે સં. ૧૯૫૭માં આચાર્ય પદવી મેળવી, ત્યારથી તે જિંદગી પર્યત એકાંતરે ઉપવાસ કર્યા હતા. તેઓ દીર્ધાયુષી હતા.. લગભગ ૧૦૫ વર્ષ જીવ્યાં હતાં. તેમનાં પત્નીએ પણ દીક્ષા લીધી હતી, જેમનું સાધ્વી અવસ્થાનું નામ શ્રી ચંદનશ્રી હતું.
* પાંજરાપોળનો ઉપાશ્રય અમદાવાદમાં હેમાભાઈ નગરશેઠની પુત્રી રુક્મિણી શેઠાણીએ, શ્રી નેમિસાગરજી મહારાજનો શ્રાવકો લાભ લઈ શકે એવા હેતુથી પાંજરાપોળનો ઉપાશ્રય કરાવ્યો હતો. જોકે નેમિસાગરજી મહારાજ ત્યાં ક્યારેય ન ઊતર્યા. પરંતુ શ્રી રવિસાગરજી મહારાજ પાંજરાપોળના ઉપાશ્રયમાં ઊતરતા હતા.
મુનિરાજ વિવેકસાગરજી જીવ્યા ત્યાં સુધી પાંજરાપોળના ઉપાશ્રયમાં રહ્યાં હતા. સં. ૧૯૪૭માં પાંજરાપોળના ઉપાશ્રયમાં તેમનું છેલ્લું ચોમાસું હતું. એટલે કે પાંજરાપોળનો ઉપાશ્રય સં. ૧૯૪૭ પહેલાં બાંધવામાં આવ્યો હતો, એવો નિર્ણય થઈ શકે છે.
આગમ-ઉપાશ્રય મયાસાગરજી મહારાજે સં૧૮૯૦ અને ત્યારબાદ અમદાવાદના આગમના ઉપાશ્રયમાં ઘણાં ચોમાસાં કર્યાં હતાં. એટલે કે આગમનો ઉપાશ્રય સં૧૮૯૦માં અસ્તિત્વમાં હતો.
અન્ય ઉપાશ્રય આ ઉપરાંત, લુણસાવાડાનો ઉપાશ્રય, શાહપુર-મંગળપારેખની પોળનો ઉપાશ્રય, નાગજી ભૂધરની પોળનો ઉપાશ્રય, મનસુખભાઈની પોળ પાસે આવેલ શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરનો ઉપાશ્રય-છેલ્લાં સો વર્ષ દરમ્યાન અસ્તિત્વમાં આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org