________________
રાજનગરનાં જિનાલયો
૧૭૧
બંને ગચ્છની પરંપરામાં કોઈ સાધુ ભગવંતો રહ્યા નથી. પરંતુ તે સમયે આ બંને ગચ્છોની પ્રવૃત્તિ રાજનગરમાં અલગ અલગ થતી હતી. આજે પણ દેવસૂરિગચ્છનો ઉપાશ્રય રતનપોળમાં આવેલી નાગોરી શાળામાં વિદ્યમાન છે. તે મકાનનો જીર્ણોદ્ધાર થયેલો છે. તેમાં “મણીભદ્ર વીર'નું સ્થાન છે. દેવસૂરિગચ્છમાં ૧૫૦૦થી વધુ કુટુંબોનો સમાવેશ થાય છે. દર વર્ષે લહાણું કરવામાં આવે છે. એક પાઠશાળા પણ ચલાવવામાં આવે છે.
‘આણંદસૂરિ ગચ્છનું એક સ્થાન નાગોરી શાળાની બહાર-રતનપોળના નાકે ઓરિએન્ટલ બિલ્ડીંગ પાસે આજે પણ વિદ્યમાન છે આજે એ સ્થાનને યતિનું સ્થાન ગણવામાં આવે છે. આગળના ભાગમાં દુકાનો થઈ ગઈ છે. ગચ્છની માલિકીના એ વિસ્તારમાં કેટલાંક મકાનો પણ છે. એ ગચ્છમાં આશરે ૧૫૦ જેટલાં કુટુંબો સભ્યસંખ્યા ધરાવે છે. એ ગચ્છનાં ફંડમાંથી આજે મુખ્યત્વે “વૈયાવચ્ચ”ની પ્રવૃત્તિઓ થાય છે.
તપાગચ્છના આ બે મુખ્ય ગચ્છો દેવસૂરિ ગચ્છ અને આણંદસૂરિગચ્છનો પ્રભાવ ટકી શક્યો નથી. આજે માત્ર મિલકતો ધરાવવા પૂરતું કે ક્યારેક લહાણા આપવાની પ્રવૃત્તિઓ પૂરતું તે બે ગચ્છોનું અસ્તિત્વ જાણે રહ્યું છે.
પાયચંદ ગચ્છનો ઉપાશ્રય શામળાની પોળનો પાયચંદ ગચ્છનો ઉપાશ્રય એ પણ ઘણો જૂનો ઉપાશ્રય છે.
શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ સં. ૧૫૭૫માં પોતાના નામથી જુદો એક મત “નાગપુરીય તપાગચ્છ'થી પ્રવર્તાવ્યો.
રતનપોળના નાકે આવેલ નાગોરીશાળા પાર્જચંદ્રના આ ગચ્છનું સ્થાન હોઈ શકે ? કારણકે “નાગપુરીય’ શબ્દ ઉપરથી “નાગોરી' શબ્દ વિકસ્યો હોય એવું લાગે છે. સરાહ શબ્દ ધર્મશાળાના અર્થમાં પ્રયોજાતો હતો. આ ઉપરથી અનુમાન કરી શકાય કે આ ગચ્છની ધર્મશાળા ક્યારેક આ જગ્યાએ રહી હશે. જો કે આ માત્ર તર્ક જ છે. વધુ સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે.
શામળાની પોળમાં તેનું સ્વતંત્ર મોટું નવું મકાન છે, લાયબ્રેરી છે અને કયારેક પાયચંદ ગચ્છની પરંપરાનાં સાધ્વીજી મહારાજો ત્યાં સ્થિરતા કરે છે. આ ગચ્છની પરંપરાનો પ્રભાવ રાજનગરમાં નહિવત્ જ રહ્યો છે.
લુહારની પોળનો ઉપાશ્રય લુહારની પોળના ઉપાશ્રયનો ઉલ્લેખ સં. ૧૭૯૭ આસપાસનો પ્રાપ્ત થાય છે. પં ન્યાયસાગરગણિએ સં. ૧૭૯૭ના ભા. વ૮ની સવારે અમદાવાદના લુહારની પોળના ઉપાશ્રયમાં સ્વર્ગગમન કર્યું. સંઘે તેમની માંડવી બનાવી. કદમપુરાની વાડીમાં અગ્નિસંસ્કાર કર્યો. ત્યારબાદ સં૧૮૮૦નો ઉલ્લેખ પણ મળે છે. પં. કીર્તિવિજયજી અમદાવાદમાં ડહેલાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org