________________
૧૭૦
રાજનગરનાં જિનાલયો કર્યો અને તેમના સ્મરણાર્થે એક સૂપ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં, સં૧૭૮૬માં દોશીવાડાની પોળનો એ ઉપાશ્રય અને તેનું સ્થાન નક્કી કરવામાં મુશ્કેલી પડે છે તેમ છતાં, તર્ક કરી શકાય કે સં. ૧૬૨૪માં દોશીવાડાની પોળના જે ઉપાશ્રયનો ઉલ્લેખ મળે છે તે જ ઉપાશ્રયમાં પં. ક્ષમાવિજયગણિએ સં. ૧૭૮માં ચાતુર્માસ સ્થિરતા કરી હોવી જોઈએ.
પાટિયાનો ઉપાશ્રય - ઝવેરીવાડ
| (સં. ૧૬૪૮ આસપાસ) આજે ઝવેરીવાડમાં સંભવનાથની ખડકીથી વાઘણપોળ જવાના રસ્તા ઉપર સાધ્વીજીઓનો એક ઉપાશ્રય છે, જે “પાટિયાના ઉપાશ્રય' તરીકે ઓળખાય છે. તે ઉપાશ્રયમાં યુગપ્રધાન આચાર્ય હિરવિજયસૂરિને અજ્ઞાત વાસમાં રહેવું પડ્યું હતું તેવો ઉલ્લેખ મળે છે. જેથી આ ઉપાશ્રય સં. ૧૬૪૮ અગાઉના સમયનો જણાય છે.
સરસપુરનો ઉપાશ્રય
સં. ૧૭૪૪ પહેલાં ક્ષમાવિજયના ગુરુ શ્રી કર્ખરવિજયજી હતા. ગુરુ કર્ખરવિજયજી અમદાવાદ હતા ત્યારે ક્ષમાવિજયને સરસપુરમાં પાટ ઉપર બેસાડ્યા અને પોતે પાટણ તરફ વિહાર કર્યો. સં. ૧૭૭૦થી સં. ૧૭૭૪ દરમ્યાન આ પ્રસંગ બન્યો હતો એટલે કે સં. ૧૭૭૫ પહેલાં સરસપુરમાં પણ એક ઉપાશ્રય હતો. સરસપુરમાં ચોક્કસ ક્યા સ્થાને આ ઉપાશ્રય હતો તે નક્કી થઈ શકતું નથી. પરંતુ પ્રેમાપુરનો જે ઉલ્લેખ જૈન ગ્રંથોમાં આવે છે તે સ્થાન હોવાનો સંભવ છે.
એવો ઉલ્લેખ પણ મળે છે કે સં. ૧૭૪૪માં શ્રી વૃદ્ધિવિજયગણિ પ્રેમાપુરમાં ચોમાસું કરવા પધાર્યા હતા. પં. કપૂરવિજયગણિના શિષ્ય શ્રી વૃદ્ધિવિજયગણિની દેશનામાં એક દિવસ ખેમચંદ નામનો શ્રાવક જઈ ચઢ્યો અને તેની વૈરાગ્યની ભાવના પ્રબળ બની. ખેમચંદે ૨૨ વર્ષની ઉંમરે સં. ૧૭૪૪ના જેઠ સુદ ૧૩ના દિવસે શ્રી વૃદ્ધિવિજયગણિ પાસે આ પ્રેમાપુરમાં દીક્ષા લીધી અને તેમનું નામ ક્ષમાવિજય રાખવામાં આવ્યું. આ પ્રેમાપુરનો ઉપાશ્રય અને ઉપર સૂચવાયેલ સરસપુરનો ઉપાશ્રય બન્ને એક જ ઉપાશ્રય હશે કે જુદા જુદા ? તે અંગે ચોક્કસ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ, સં. ૧૭૪૪થી પણ પહેલાં આ વિસ્તારમાં ઉપાશ્રય હતો એ નિર્ણય થઈ શકે છે.
નાગોરી શાળાના દેવસૂરિગચ્છ તથા આનંદસૂરિ ગચ્છના ઉપાશ્રય તપાગચ્છના બે પક્ષ પડ્યા હતા : “દેવસૂરિ ગચ્છ” અને “આનંદ સૂરિ ગચ્છ.” આજે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org