________________
રાજનગરનાં જિનાલયો
૧૬૧
વાડજ, કાસમપુર મિરાતે અહમદી'માં કાસમપુરનો ઉલ્લેખ આવે છે. તે સાબરમતી નદી નજીક શહેરની દક્ષિણ અને પશ્ચિમે આવેલું હતું. “મિરાતે અહમદી'માં કાસમપુરનો ઉલ્લેખ નદીની સામે પારનાં પરાંઓના ઉલ્લેખમાં થયો નથી. શહેરનાં પરાંઓમાં તેનો ઉલ્લેખ થયો છે. જો કે ચારસો વર્ષ પહેલાં કેટલાક વિસ્તારો એવા હતા જે શહેરના કોટની અંદર હોવા છતાં શહેર બહાર ગણાતા હતા.
વાડજમાં શાંતિનાથનું જિનાલય હતું અને કાસમપુરમાં મહાવીર સ્વામી ભગવાનનું જિનાલય હતું.
કાસમપુરનો ઉલ્લેખ સં. ૧૭૦૫માં જૈન સાહિત્યમાં મળે છે. એક અજ્ઞાત કવિએ સં. ૧૫૬પમાં “મંદોદરી સંવાદ'ની રચના કરી હતી. તેની એક પ્રત સં૧૭૦પમાં કાસમપુરમાં લખવામાં આવી હતી તેવો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
સં. ૧૭૦૫ વર્ષે વૈ શુ ૧૫ દિને કાસમપુર મધ્યે ઋષિ શ્રી રાજપાલજી તસ્ય શિષ્ય મુનિ વીરજી લીપીકૃત સ્વયં પઠનાર્થ.૧૨
ઉસ્માનપુરા ન ઉસ્માનપુરામાં શાંતિનાથ ભગવાનનું જિનાલય હતું.
ઉસ્માનપુરાનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં ઘણીવાર થયેલો જોવા મળે છે. વટવાના કુતુબેઆલમના શિષ્ય સૈયદ ઉસ્માનના નામ પરથી ઉસ્માનપુરા નામ જોડાયેલું છે. ત્યાં ઘણી મોટી વસ્તી હતી. એક હજાર હુન્નરીઓની દુકાનો હતી. હરડે, બહેડાં અને આમળાં, ઘી વગેરે વસ્તુઓનો ત્યાં મોટો વેપાર ચાલતો હતો. કરિયાણાના મોટા વેપારીઓ ત્યાં રહેતા હતા. સં. ૧૬૪૪માં ગુણવિનયગણિએ “શેત્રુંજય ચૈત્ય પરિપાટી” સ્તવનની ૩૨ કડીની રચના કરી હતી. તેમાં સંઘનું વર્ણન કરતાં સંઘે ઉસ્માનપુરાના જિનાલયનાં પણ દર્શન કર્યા હતાં તેવા ઉલ્લેખો પણ મળે છે. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ રાજા અકબરના આમંત્રણથી ગાંધારથી અમદાવાદ આવી અને ત્યાંથી આગ્રા જવા નીકળ્યા. તે સમયે તેમના વિહારનો માર્ગ નીચે મુજબનો હતો. અમદાવાદથી વિહાર કર્યા પછી, ઉસ્માનપુર, સોહલા, હાજીપુર, બોરીસણા, કડી, વિસનગર અને મહેસાણા થઈ સૂરિજી પાટણ પધાર્યા. પ્રાગ્વાટ જ્ઞાતિએ શ્રેષ્ઠી રાયમલ જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરિનો ભક્ત હતો. તે અમદાવાદની નજીક ઉસ્માનપુરામાં રહેતો હતો. તેના પુત્રો ખેતસિંહ અને નાયકસિંહે તથા અન્ય પરિવાર સહિત સૌએ રાનકપુરના જિનાલયમાં સં. ૧૬૪૭-૧૬૫૧ દરમ્યાન પૂર્વાભિમુખ દ્વારની સમીપ વિશાળ, સુંદર. મેઘમંડપનું નિર્માણ કરાવ્યું હતું. તે નિમિત્તે ખૂબ જ દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. સં. ૧૯૭૪માં પંવૃદ્ધિવિજયગણિએ આષાઢ સુદ-૧૩ને રોજ ઉસ્માનપુરામાં “શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિની પ્રતિ લખી હતી.
ઉસ્માનપુરાનો આ વિસ્તાર જૈનોની વસ્તીથી ધબકતો હતો. આજે મુખ્ય રસ્તાની ગામની સામેની બાજુએ અદ્યતન બાંધણીનું સંભવનાથ ભગવાનનું શિખરબંધી જિનાલય આવેલું છે.૧૩
રા-૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org