________________
રાજનગરનાં જિનાલયો
૧૫૭ સં. ૧૬૬રમાં જે ચાર દેરાસરોનો ઉલ્લેખ મળે છે. તેમાંનાં કોઈ મૂળનાયક ભગવાનવાળું દેરાસર આજે હયાત નથી. આજે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને સંભવનાથનું દેરાસર વિદ્યમાન છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં છે. સંભવ છે કે ચારસો વર્ષ અગાઉ જે શીતલનાથ ભગવાનનો ઉલ્લેખ ભોંયરાવાળા દેરાસરમાં પ્રાપ્ત થાય છે તે જગ્યા પર ત્યારબાદ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું હોય. સં. ૧૮૨૧માં પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેથી આજે વિદ્યમાન ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ઘણું પ્રાચીન હોવાનું માની શકાય છે. આ અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે."
પ્રેમાપુર ગોમતીપુરના ઓવરબ્રિજ પાસે પ્રેમાપુરી માતાનું મંદિર છે. ત્યાં આ પ્રેમાપુર હતું. મિરાતે અહમદી' ગ્રંથમાં અમદાવાદનાં પરાંઓ વિશેની નોંધમાં આ પ્રમાપુર માટે પરમાપુર એવો ઉલ્લેખ મળે છે. . .
પ્રેમાપુરમાં સંભવનાથ(મહાવીર સ્વામી?)નું દેરાસર હતું. સં. ૧૯૬૨માં આ દેરાસરનો ઉલ્લેખ મળે છે.
ત્યારબાદ પ્રાપ્ત થતા ઉલ્લેખો દર્શાવે છે તેમ સં. ૧૭૪૪માં પ્રેમાપુરમાં જૈનોની ઘણી વસ્તી હતી. સં૧૭૪૪માં શ્રી વૃદ્ધિવિજયગણિ શ્રી વિજયપ્રભસૂરિના આદેશથી પ્રેમાપુરમાં ચોમાસું કરવા પધાર્યા હતા. તે સમયે આબુ પર્વત પાસેના એક ગામનો વતની ખેમચંદ કે જેનો જન્મ સં. ૧૭૨૨માં થયો હતો, તે કોઈક કારણસર અમદાવાદ આવ્યો હતો અને પ્રેમાપુરમાં તેણે પોતાના સંબંધીને ત્યાં ઉતારો કર્યો હતો. પં. કપૂરવિજયગણિના શિષ્ય પં. વૃદ્ધિવિજયગણિની દેશનામાં એક દિવસ ખેમચંદ જઈ ચડ્યો અને તેની વૈરાગ્યની ભાવના પ્રબળ બની. તેણે ૨૨ વર્ષની ઉંમરે સં. ૧૭૪૪ના જેઠ સુદિ-૧૩ના દિવસે શ્રી વૃદ્ધિવિજયગણિ પાસે આ પ્રેમાપુરમાં દીક્ષા લીધી. અને તેમનું નામ ક્ષમાવિજય રાખવામાં આવ્યું. “શ્રી ક્ષમાવિજયનિર્વાણ રાસમાં ક્ષમાવિજય વિશેની નીચે મુજબ નોંધ પ્રાપ્ત થાય છે.
“કુંવર અહમદાવાદમાં, કોઈ કામ ઉદેશી આવ્યા રે,
પ્રેમાપુર માંહે રહ્યા, સહુ સજ્જન મન ભાવ્યા છે.”
સં. ૧૭૯૭માં પ્રેમાપુરમાં સમયસુંદર ઉપાધ્યાય લિખિત “સબ પ્રદ્યુમ્ન પ્રબંધ અથવા રાસ” હસ્તપ્રતની એક નકલ તૈયાર કરાવવામાં આવી તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, આ પ્રેમાપુરમાં ૧૮માં સૈકાના અંત સુધી જૈનોની વસ્તી હતી તેવા ઉલ્લેખો પણ મળે છે.*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org