________________
૧૫૮
રૂપપુર/રૂપાપરી
રૂપપુર કયા સ્થળે આવેલું હતું તેનો ચોક્કસ નિર્ણય થઈ શક્યો નથી. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. દરિયાપુર વાડીગામ પાસે આજે જે રૂપાપરી નામથી ઓળખાતો વિસ્તાર છે, તે જૂનું રૂપપુર હશે. કારણ કે મુસ્લિમ શાસનકાળ દરમ્યાન રાણી રૂપમતીના નામ સાથે પણ કદાચ આજનું રૂપાપરી જોડાયેલું હોય. તેથી આ અંગે વધુ ચકાસણી કરવાની જરૂર છે. જો કે લલિતસાગરમહારાજની ચૈત્ય પરિપાટીમાં શહેર બહારનાં પરાંઓની વિગત સાથે આ રૂપપુરનો ઉલ્લેખ આવે છે. તે સમયે કાલુપુરનો કેટલોક વિસ્તાર પણ શહેર બહારનાં પરાંઓમાં થતો હતો. આથી રૂપાપરીનું ચોક્કસ સ્થાન જાણી શકાતું નથી.
રાજનગરનાં જિનાલયો
રૂપપુર/રૂપાપરીમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર હતું.
શાહ કડવા દીક્ષા લેવાની ભાવના અને ધૂનમાં અનેક સાધુઓનો સત્સંગ કરતાં કરતાં મારવાડથી અમદાવાદ આવી પહોંચ્યો હતો. તે સમયે રૂપપુરમાં હરીકીર્તિ નામના સંવેગંપક્ષી સાધુ હતા. તેઓ રૂપાપરીની એક શૂન્યશાળામાં રહેતા હતા. તેઓની નિશ્રામાં શાહ કડવાએ સંયમજીવન શરૂ કર્યું હતું. અને ત્યારબાદ સં. ૧૫૬૦માં રૂપપુરમાં તેઓએ ચાતુર્માસ કર્યું હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ રૂપપુરમાં ઘણાં જૈન કુટુંબોને તેમણે પ્રતિબોધ્યાં હતાં તેવા ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે.૭
બીબીપુર, સિકંદરપુર
બીબીપુર, અસારવા અને સરસપુર વચ્ચેના વિસ્તારમાં હશે અને એની પૂર્વ ભાગોળમાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બન્યું હશે. બીબીપુર અને સિકંદરપુર પાસે પાસે હશે. સં. ૧૯૫૫માં બાદશાહ અકબરના સૂબા કાજી હુસેનના શાસનકાળમાં અમદાવાદમાં ઢીંગવાપાડા (આજનું ઢીંકવા ચોકી-હાજા પટેલની પોળ પાસે) પાસેની જમીનમાંથી ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામ રંગની ભવ્ય જિનપ્રતિમા નીકળી હતી. જૈન સંધે સં ૧૬૫૬માં માગસર સુદિ પના રોજ અમદાવાદના સકંદરપુર પાસેના બીબીપુરમાં મોટો જિનપ્રાસાદ બંધાવી તેમાં ભગવાન વિજયસેનસૂરિના હસ્તે ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથની તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, જગદ્ગુરુ આ. શ્રી વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા થઈ. ચરણપાદુકાની સ્થાપનાના દિવસે સિકંદરપુરમાં ભગવાન શ્રી વિજયસેનસૂરિના હાથે શેઠ લહુઆ મનિયાએ બનાવેલા શ્રી શાંતિનાથના ઘર દહેરાસરની પ્રતિષ્ઠા થઈ. તે ઉપરાંત, સં. ૧૬૬૨માં બીબીપુરામાં અમીઝરા પાર્શ્વનાથ તથા નિમનાથ ભગવાનનાં જિનાલય પણ વિદ્યમાન હતાં. ટૂંકમાં, સિકંદરપુર તથા બીબીપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનાં બે જિનાલયો, અમીઝરા પાર્શ્વનાથનું એક જિનાલય, શાંતિનાથ ભગવાનનું એક જિનાલય તથા જગદ્ગુરુ આ શ્રી વિજયહીરસૂરિનાં ચરણપાદુકા વિદ્યમાન હતાં. લલિતસાગર મહારાજસાહેબની ચૈત્ય પરિપાટીમાં સં. ૧૬૬૨માં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય સિકંદરપરામાં તથા બીબીપુરામાં અલગ અલગ દર્શાવવામાં આવ્યાં છે. એક જ જિનાલયનો ઉલ્લેખ બે પરામાં થયો છે ? કે બંને પરામાં ચિંતામણિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org