________________
૧૫૪
રાજનગરનાં જિનાલયો
અસાઉલિ/આશાવલ/આશાપલ્લી
અસાઉલિ એટલે કે આશાવલમાં જૈનોની ઘણી વસ્તી હતી. આશાવલમાં ઘણાં પરાં પણ હતાં. જૂની આશાવલી નગરી મુસ્લિમકાળ દરમ્યાન ધીમે ધીમે નષ્ટ થતી ગઈ. અને “આશાવલ' એ નગરીના સ્વરૂપને બદલે સંકોચાઈને એક પરું બની ગયું. અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ પણ આશાવલનો ઉલ્લેખ શહેર તરીકેય સાથે સાથે થતો જોવા મળે છે. સમય જતાં ધીમે ધીમે એક વિસ્તાર તરીકે તેનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં અનેક સ્થળોએ જોવા મળે છે. આશાવલ અમદાવાદ પહેલાંનું શહેર અને પાછળથી એક મોટા પરાં તરીકે તેની ગણના થતી હોવા છતાં હાલ એની કોઈ નિશાની રહી નથી ! મરાઠા સાથેની લડાઈમાં તે ઉજ્જડ થઈ ગયું હતું એમ મિરાતે અહમદી'માં જણાવવામાં આવ્યું છે. આશાવલ આજના અસારવાની જગ્યાએ નહીં, પરંતુ જમાલપુર દરવાજા બહાર હાલ જ્યાં કેલિકો મિલ છે, તે જગ્યા પર અને તેની આસપાસના વિસ્તારમાં વિકસેલું હતું તે મુજબનો મત પ્રસ્થાપિત થયેલો છે. આ આશાપલ્લી/આશાવલી, અસાઉલિનો ઉલ્લેખ ૧૨મા સૈકાથી મળે છે. પાછળથી તે હાલના અમદાવાદનું એક પરું થઈ ગયું ત્યારે જમાલપુર દરવાજા બહાર નદી કિનારે કેલિકો મિલ છે, તેની પાસે અસ્તિત્વ ધરાવતું હતું. એવો ઉલ્લેખ “મિરાતે અહમદી' તથા અન્ય ઇતિહાસ ગ્રંથો પરથી જણાય છે. આશાપલ્લીમાં જૈનોની ઘણી વસ્તી હશે. “તીર્થ ભાસ છત્રીસી' ગ્રંથમાં અસાઉલિના ભાભા પાર્શ્વનાથનો ઉલ્લેખ ખૂબ જ સ્પષ્ટ રીતે શ્રી સમયસુંદર ઉપાધ્યાય મહારાજ કરે છે.
“ભાભલે પારસનાથ મઈ ભેટ્યો, આસાઉલિ માહિ આજ રે,, દુખદોહગ દૂરિ ગયા સગલા, સીધા વંછિત કાજ રે. શ્રાવક પૂજા સનાત્ર કરઈ સપૂરવ ઝાલ પખાજ રે, સમયસુંદર કહઈ હું સેવક તોરલે, તું મેરે સિરતાજ રે.”.
આશાવલની છેક પાસે અમદાવાદ વસાવ્યાનો ઉલ્લેખ “મિરાતે સિકંદરીમાં પણ છે. અમદાવાદ વસ્યા પછીથી આશાવલની પડતી થવા માંડી. આશાવલનો નાશ અમદાવાદ ઉપરના વારંવારના હુમલાથી થયો છે. અને એથી જ દક્ષિણનાં પરાં પણ ઉજ્જડ થયાં છે. સં. ૧૧૫ર૧૨૦૯ દરમ્યાન આશાપલ્લીમાં “શાસ્તૂવિહાર' અને “ઉદયનવિહાર' બંધાયા હતાં. ઉદયનમંત્રીએ આશાપલ્લી-કર્ણાવતીમાં ભૂત-વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના ચોવીસ તીર્થકરોથી સુશોભિત શ્રી ઉદયન વિહાર' બંધાવ્યો હતો. સં. ૧૨૪૪ની આસપાસ શ્રી જિનપતિસૂરિ સંઘ સાથે આશાપલ્લી પહોંચ્યાં હતા તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. સં. ૧૪૫૮ દરમ્યાન જિનભદ્રસૂરિએ આશાપલ્લી-કર્ણાવતીમાં એક ગ્રંથભંડાર સ્થાપ્યો હતો. સં૧૫૨૨ની આસપાસ ગચ્છનાયક આઇ શ્રી લક્ષ્મીસાગરસૂરિ આશાપલ્લીમાં જૂઠા મઉઠાના ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ જૈન સાહિત્યમાં આશાપલ્લીનો ઉલ્લેખ ૧૨મા સૈકાથી ૧૬મા સૈકા દરમ્યાન અનેક ગ્રંથોમાં મળે છે. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દર્શાવ્યા મુજબ સં૧૬૬૨ દરમ્યાન આશાપલ્લીમાં ભાભા પાર્શ્વનાથનું જિનાલય, શાંતિનાથ ભગવાનનું જિનાલય તથા આદિનાથ ભગવાનનાં બે જિનાલય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org