________________
૧૩૮
રાજનગરનાં જિનાલયો પરિકર સહિત પદ્માસનસ્થ છે. તેની ઊંચાઈ આશરે ૪૧ ઇંચ છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. અને તે સમયે આ દેરાસર ૧૦૦ વર્ષ જૂનું હતું તેવો પણ એક ઉલ્લેખ છે. કાળુશીની પોળનાં દેરાસરોનો ઘણી વાર જીર્ણોદ્ધાર થયો હોવાથી દેરાસરની કાલગણના કરવામાં ગૂંચવણ ઊભી થાય છે. જીર્ણોદ્ધાર સમયે ઘણી વાર જૂના મૂર્તિલેખો કે શિલાલેખો સચવાઈ શકાયા નથી. તે એક મોટી કમનસીબી છે.
ટૂંકમાં, આજે પ્રાપ્ત થતા પુરાવાઓને આધારે આ દેરાસર સં. ૧૯૫૪ દરમ્યાનનું છે. તેથી વધુ પ્રાચીન સમય નક્કી કરવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. વધુ સંશોધનની જરૂર છે.
સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા૧-૨-૩-૪માં આ દેરાસરની વર્ષગાંઠ ફાગણ સુદ-૧૦ દર્શાવવામાં આવેલી છે. જ્યારે આજે આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ સુદ-૧૦ દર્શાવવામાં આવેલ છે.
જહાંપનાહની પોળ
આદીશ્વર ભગવાન (સં. ૧૮૨૧ પહેલાં) જહાંપનાહની પોળમાં આવેલું આદીશ્વર ભગવાનનું દેરાસર માળવાળું ઘુમ્મટબંધી છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં જહાંપનાહની પોળમાં આ દેરાસરની પોળનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ તે સમયે મૂળનાયક શાંતિનાથ ભગવાનનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
ઝાંપડા પોલ જૂહારણ કોડ શાંતિ નમુ કર જોડ
રાજા નેતાની પોલ ઉદાર હોય દેહેરા સુખ દાતાર છે” એટલે કે સં. ૧૯૧૨માં આ વિસ્તાર “ઝાંપડાની પોલ” તરીકે ઓળખાતો હશે.
સં. ૧૯૬૨માં રચાયેલી જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ શ્રી આદીશ્વરના દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર ધુમ્મટબંધી હતું અને વિસ્તાર ‘ઝાંપડાની પોળ' તરીકે જ ઓળખાતો હતો. સં. ૧૯૬૨માં તે સમયે આ દેરાસર સો વર્ષથી પણ વધુ જૂનું હોવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે સં૧૮૬૨ પહેલાંનું આ દેરાસર દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, બંધાવનારના નામમાં શેઠ હઠીસંઘ કેસરીસંઘના નામનો ઉલ્લેખ થયો છે. સંભવ છે કે તેઓએ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અને તેથી તેમનું નામ આ દેરાસર સાથે જોડાયું હોય.
શેઠ હઠીસંઘ કેસરીસંઘે જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તો આ દેરાસરની સ્થાપના વધુ પ્રાચીન સમયની હોવાના મતને સમર્થન મળે છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org