________________
૧૩૬
રાજનગરનાં જિનાલયો “રાજા મહેતા કાલ સંઘવી તણી ધનાસુતારની પોલ
દેવલ દોદો નીરખઈ કુણ કરે રસ હોડ !” સં. ૧૯૧૨માં કાળુ સંઘવીની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ મળે છે.
“..............કાલ સંઘવીની પોલ મઝાર
બે દહેરાં અમર વિમાન ચિંતામણિ અજિત નીદાન છે” • આજે કાળુશીની પોળના નામથી પ્રચલિત પોળ અગાઉ “કાલ સંઘવીની પોળ”ના નામથી જાણીતી હતી. કાલ સંઘવીની પોળના નામનો ઉલ્લેખ કેટલાક પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે.
“પ્રવાદ-તિદાસ” ભા. ૧ના પૃ. ૪૦૮ પર નીચે મુજબની નોંધ છે. “શ્રેષ્ઠી લહૂજી’નો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે.
“શ્રેષ્ઠી લહૂજી અહમદાબાદ મેં કાલ સંઘવી કી પોલ મેં રહતે થે. વે વૃદ્ધશાખીય પ્રાગ્વાટ જ્ઞાતીય થે. સં૧૭૪૩ શ્રા, કૃ. ૧૩ ગુરૂ કો ઇનકે પુત્ર છે. વીરાને “અઠારહ-પાપ સ્થાનક સજ્જાય લિખવાઈ !”
સંભવનાથજીના દેરાસરનો જીર્ણોદ્ધાર કાળુશીની પોળનાં શ્રી સંઘ તરફથી સં૧૯૫૭ દરમ્યાન કરાવવામાં આવ્યો હતો. અને એ સમયે રૂ. ૬૦,૦00/00 = (સાઠ હજારનો) ખર્ચ થયો હતો. અને તેની પુનઃપ્રતિષ્ઠા સં૧૯૫૭ના શ્રાવણ સુદ-૧૧નાં દિવસે થઈ હતી. શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર પણ થયો હતો. અને તેની પુન:પ્રતિષ્ઠા સં. ૧૯૫૪માં શ્રાવણ સુદ-૧૦નાં દિવસે થઈ હતી.
અજિતનાથ
કાળુશીની પોળ (સં. ૧૯૧૨ પહેલાં) કાળુશીની પોળમાં અજિતનાથનું દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ થયેલો છે.
“કુંથુનાથ વંદો નરનાર કાલ સંઘવીની પોલ મઝાર
બે દેહેરાં અમર વિમાન ચિંતામણિ અજિત નીદાન !” સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે આ દેરાસર સો વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ તથા ધાતુની સત્તર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org