________________
રાજનગરનાં જિનાલયો
૧૩૫
દસ ભવ ભીંત પર ચિત્રાંકન કરેલા છે.
આ દેરાસરનાં સમય અંગે અને તેના મૂળનાયક ભગવાન અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
કાળુશીની પોળ
કાલુપુર સંભવનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાં) આ ઘુમ્મટબંધ દેરાસર ખૂબ જ પ્રાચીન છે. મૂળનાયક પર સં૧૫૨૭નો લેખ છે. આ દેરાસર મહાવીર સ્વામી તથા સંભવનાથનું સંયુક્ત દેરાસર છે. દેરાસરનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયો લાગે છે. ભોંયરામાં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. ભોંયતળિયે સંભવનાથ તથા પહેલે માળ શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. સંભવનાથ ભગવાનની પ્રતિમા ૨૯ ઇંચની પદ્માસનસ્થ છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા ૪૧ ઇંચની પદ્માસનસ્થ છે. શાંતિનાથ ભગવાનની પ્રતિમા ૨૫ ઇંચની પદ્માસનસ્થ છે. ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાંથી રસ્તાની સામી બાજુના વિજય ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પણ જઈ શકાય છે. મૂળનાયક, પર સં. ૧૯૭૦નો લેખ છે. અને સ્ફટિકની એક મૂર્તિનો ઉલ્લેખ જૈન તીર્થ સર્વ સંગ્રહમાં થયેલ હતો.
શાંતિનાથ ભગવાનનાં ગર્ભગૃહમાં પથ્થરની સુંદર કોતરણી છે. તથા દેરાણી-જેઠાણીના ગોખલા છે. સ્થાનિક માહિતી પ્રમાણે સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૫૨૭માં થઈ હતી. અને તેનો ઘણી વાર જીર્ણોદ્ધાર થયો છે. છેલ્લો જીર્ણોદ્ધાર સં૨૦૧૭ની સાલમાં થયો હતો.
ૐ પાર્શ્વનાથ અને ઊી પાર્શ્વનાથ સાથે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની અજોડ અને અલૌકિક પ્રતિમા છે.
સં. ૧૬૬૨માં લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં કાળુશીની પોળમાં સંભવનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન તથા ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન – એમ કુલ ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે.
“સંઘવી કાલાની પોલિએ સંભવનાથ વખાણુ સુંદર પ્રતિમા વીસ છઈ દેહરઈ મહાવીરે
પડિમા સીત્યોત્તરિ ભલી સોમ ચિંતામણિ ધીર //” સં. ૧૮૨૧માં કાળુશીની પોળ, રાજા મહેતાની પોળ તથા ધનાસુથારની પોળમાં બબ્બે દેરાસર હતાં તેવો ઉલ્લેખ મળે છે. નીચે મુજબની પંક્તિઓમાં આ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org