________________
૧૩૪
રાજનગરનાં જિનાલયો ભંડેરી પોળ-કાલુપુર
સુમતિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) કાલુપુરમાં આવેલા કાલુપુર ટાવર પાસે ભંડેરીપોળ આવેલી છે, જેમાં આવેલું દેરાસર આજે શ્રી સુમતિનાથના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. આ દેરાસર ઘુમ્મટબંધી છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસર ઘર દેરાસરની બાંધણીના પ્રકારનું દર્શાવવામાં આવ્યું છે. જેના વહીવટદાર તે સમયે શેઠ વાડીલાલ છગનલાલ હતા. અને શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે.
સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં નીચે મુજબનો ઉલ્લેખ આવે છે.
કાલુપુરમાં ભંડારીપોળમાં વાણિયાશેરીમાં શ્રી શાંતિનાથજીનું ઘુમ્મટવાળું દેરાસર છે, જે શ્રી સંઘે ૨૦૦ વર્ષ પહેલાં બંધાવેલું છે.”
એટલે કે આજથી ત્રણસો વર્ષ પહેલાંનું શ્રી શાંતિનાથનું દેરાસર ભંડારી પોળમાં વિદ્યમાન હતું. તે સમયે દેરાસરમાં પાષાણની ૧૩ પ્રતિમાઓ તથા ધાતુની ૩૨ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે. આજે પણ આ દેરાસરમાં પાષાણની ૧૩ પ્રતિમાઓ અને ધાતુની ૩૦ પ્રતિમાઓ ઉપરાંત એક ચાંદીની પ્રતિમા વિદ્યમાન છે. ટૂંકમાં, શાંતિનાથ ભગવાનના દેરાસરનું નામ કોઈક કારણસર, બદલાઈને સુમતિનાથ ભગવાન થયું છે.
જો કે સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસર કે આ વિસ્તારનો ઉલ્લેખ આવતો નથી. પરંતુ ત્યારબાદ સં. ૧૯૧૨માં આ દેરાસરનો ઉલ્લેખ કાલુપુરના એક ચૈત્ય તરીકે થયેલો છે, જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
શાંતિનાથ હરણ ભવ તાપ મહાજનને પાંજરે આપ એક ચૈત્ય કાલુપુર દીઠો જિન શાંતિ સુધારા (સ) મીઠો
ધનાસુથારની પોલ પ્રકાસ ત્રણ દેહરા દીઠા ઉલ્લાસ” એટલે કે આ દેરાસરનો સમય સં૧૯૧૨ પહેલાંનો નક્કી કરી શકાય છે. સં. ૧૯૬૨ની જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો સમય આજથી આશરે ત્રણસો વર્ષ જૂનો દર્શાવવામાં આવ્યો છે. તે અંગે કોઈ અન્ય સબળ પુરાવાઓ મળતા નથી.
સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરને ૪૦૦ વર્ષ જૂનું ગણવામાં આવે છે. મૂળનાયક સુમતિનાથ ભગવાનની ઊંચાઈ ૨૩ ઇંચની છે. મૂર્તિની શૈલી સંપ્રતિ મહારાજના સમયની છે. વળી, આ પ્રતિમાની ખાસ નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે સુમતિનાથ પરિકર સહિત ક્ષવાળા છે. એટલે કે ભગવાનના માથે ફેણ છે. સામાન્ય રીતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર જ માથે ષ્ણ હોવાની પરંપરા છે. તે દષ્ટિએ આ એક વિરલ પ્રતિમા છે. દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org