________________
૧ ૨૮
રાજનગરનાં જિનાલયો
“પીપરડીની પોળમાં સુમતિ જિન શોભા ઘણી.” સં. ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધી દેરાસર તરીકે થયેલો છે. તે ગ્રંથમાં જણાવ્યા મુજબ દેરાસરમાં એક સ્ફટિકની મૂર્તિનો પણ ઉલ્લેખ છે.
. સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. જેમાં બંધાવનાર તરીકે શ્રી સખરશા તથા સં. ૧૬૦૦નો ઉલ્લેખ છે.
સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દોશીવાડમાં દર્શાવેલા ચાર દેરાસરો પૈકી એક દેરાસર સુમતિનાથ ભગવાનનું દર્શાવવામાં આવ્યું છે. દોશીવાડાની પોળમાં કે તેની આસપાસના વિસ્તારમાં સુમતિનાથ ભગવાનનું દેરાસર ક્યાંય જણાતું નથી. પરંતુ, જેમ પાછિયાની પોળનો વિસ્તાર અગાઉ દોશીવાડમાં હોવાનો સંભવ છે, તેવી જ રીતે પીપરડીની પોળનો વિસ્તાર પણ એક જમાનામાં દોશીવાડમાં હોવાનો સંભવ છે. ઉપરની બે બાબતોને આધારે આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાનો તર્ક કરી શકાય. જો કે આ અંગે વધુ પુરાવાઓની જરૂર છે. અને વધુ સંશોધન કરવાની જરૂર છે. પરંતુ, મોટા ભોંયરાવાળાં દેરાસરો રાજનગરમાં ખૂબ જ પ્રાચીન સમયનાં છે. તે બાબત લક્ષમાં લેતાં આ તર્કને વધુ પુષ્ટિ મળે છે.
ખારા કૂવાની પોળ
સંભવનાથ (સં. ૧૯૧૨ પહેલાં) રિલીફ રોડ ઉપર આવેલી લાંબેશ્વરની પોળની સામે ખારા કૂવાની પોળમાં સંભવનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધી છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે.
“પાસાની પોલે ઋષભ દિવાકરુ દૂજા જિનવર રે ધર્મ અનંત ગુણા
કૂવે ખારે રે પહેલે સંભવ જિન તપે લાંબેસ્વર રે બે જિન યોગીસ્વર જપે.” સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં ખારાકૂવાની પોળના આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયો છે. પરંતુ, શરતચૂકથી કે અન્ય કારણસર આ દેરાસરનો ઉલ્લેખ શ્રી શાંતિનાથજીના દેરાસર તરીકે થયેલો છે. જો કે સં. ૧૯૭૯માં ખારાકૂવાની પોળમાં સંભવનાથના દેરાસરનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ સંભવનાથજીના દેરાસર તરીકે જ થયેલો છે. તે સમયે આ દેરાસર ઘુમ્મટ બંધ હોવાનો ઉલ્લેખ છે. તે સમયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org