________________
રાજનગરનાં જિનાલયો
સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દોશીવાડાની પોળમાં ચાર આદિનાથ, અજિતનાથ, સુમતિનાથ અને સીમંધર સ્વામી તે
દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે : નીચેની પંક્તિઓમાં થયેલો છે.
“દોસીયવાડઈ આદિ જિનવર અઠ્ઠાવીસ મૂરતિ ખરી અજિત જિનપ્રાસાદ સીત્યરી સુમતિ દેહરઈ વીસ કરી
મંદિર સામીય જિન શર નામીય ચ્યારસઈ અડસઠ જાણીઈએ
રયણ એક પડિમા ધ્યાઈઈ નિત મનમાં ભુંઅરઈ સાત બિંબ આણીઇ એ.” આજે પાછિયાની પોળ અને દોશીવાડાની પોળ વચ્ચે અવર-જવર થઈ શકે એવો એક ઘરમાંથી રસ્તો પણ પડે છે. પાછિયાની પોળમાં હમણાં નવું જ પ્રચલિત થયેલું આરાધના ભુવનનું પાછલું બારણું દોશીવાડાની પોળ તરફ પડે છે. સંભવ છે કે પાછિયાની પોળનો આજનો વિસ્તાર પ્રાચીન સમયમાં દોશીવાડ તરીકે ઓળખાતો હોય. તે સમયમાં દોશીવાડ, ઝવેરીવાડ એ મોટા વિસ્તારોના નામ તરીકે ઉલ્લેખ પામતા હતા. અને એ વિસ્તારોમાં નાની મોટી પોળો અને ખડકીઓનાં નામકરણ જેમ-જેમ થવા લાગ્યાં તેમ-તેમ વિસ્તાર તરીકે ન ગણતા પોળ તરીકે આ વિસ્તારો અસ્તિત્વમાં આવવા માંડ્યા. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
૧૨૭
સંભવ છે કે પાછિયાની પોળનું આજે વિદ્યમાન અજિતનાથનું દેરાસર તથા સં. ૧૬૬૨માં તે સમયના દોશીવાડમાં ઉલ્લેખ થયેલ અજિતનાથનું દેરાસર બંને એક જ હોય. જો કે પૂરતા પુરાવાનાં અભાવે આ અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપી શકાય તેમ નથી. પરંતુ ભવિષ્યમાં કોઈ સંશોધનકાર આ અંગે સંશોધન કરવા માંગે તો ઉપર જણાવેલા સંદર્ભથી તેને કોઈ દિશા સૂચન મળી શકે તેમ છે.
આજે આ દેરાસરમાં ચાર ગભારા છે. આદીશ્વર અને અજિતનાથ ભગવાનના ગભારા દક્ષિણ દિશામાં છે. વાસુપૂજ્યનો ગભારો પશ્ચિમ દિશામાં જ્યારે ધર્મનાથજીનો ગભારો પૂર્વ દિશામાં છે.
Jain Education International
પીપરડીની પોળ
સુમતિનાથ (સં. ૧૯૧૨ પહેલાં અથવા સં. ૧૬૬૨ પહેલાં)
રિલીફ રોડ ઉપર, પાછિયાની પોળની પાસે પીપરડીની પોળ આવેલી છે, જે આજે પ્રચલિત લાંબેશ્વરની પોળની સામેની બાજુ છે અને હાજા પટેલની પોળના એક છેડાની બાજુમાં છે. આ દેરાસર ભોંયરાવાળું ઉપરાંત બે માળવાળું સંયુક્ત જિનાલય છે. ભોંયરામાં મૂળનાયક તરીકે શાંતિનાથ ભગવાન અને પહેલે માળે આદિનાથ ભગવાન છે. જ્યારે ભોંયતળિયે સુમતિનાથ ભગવાન છે. આ દેરાસરનો ઉલ્લેખ સં૰ ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org