________________
રાજનગરનાં જિનાલયો
૧૨૫
સુપાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. આ ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે.
“હાજા પટિલ પોલિ આવી વાંદીઈ ચંદ પ્રભુ પછઈ
પાંસઠ પ્રતિમાએ ચંદમુખ ઉપમા ભુવન સુપાસ તેત્રીસ લહુએ.” ઉપરાંત, સં. ૧૮૨૧માં આવેલી ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં સાત દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે.
હાજા પટેલની પોળમાં દેહરા ઝાર્યા સાત
ટીમલા-પંજી પંચાણની એક એક વિખ્યાત છે!” આ સાત દેરાસરો પૈકીમાંનું સુપાર્શ્વનાથનું દેરાસર હોવાનો વિશેષ સંભવ છે.
સુપાર્શ્વનાથ ભગવાનનું આ દેરાસર લાકડાનું હતું. અને જીર્ણોદ્ધાર થયા પછી આરસનું બન્યું છે. અગાઉ સંભવ છે કે હેમાભાઈ શેઠે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે અને તેથી આ દેરાસર સાથે તેમનું નામ સં૧૯૬૨માં જોડાયેલું છે. હેમાભાઈ શેઠે અમદાવાદમાં આ વિસ્તારમાં કોઈ મોટું દેરાસર નવું બંધાવ્યું હોવાનો ઉલ્લેખ અન્ય કોઈ સ્થળેથી પ્રાપ્ત થતો નથી.
ઉપર જણાવેલા વિવિધ સંદર્ભોને આધારે આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે. ત્યારબાદ ઘણા લાંબા સમય પછી સ્થળનું નામકરણ બદલાયું હશે અને રામજી મંદિરની પોળ તરીકે એ વિસ્તાર પ્રચલિત બન્યો હશે. અને તેથી સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં રામજી મંદિરની પોળના દેરાસર તરીકે સુપાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ થયો છે. ટૂંકમાં, અમારી માન્યતા પ્રમાણે આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાનો હોવાનો પૂરો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
મહાવીર સ્વામીનું દેરાસર બંધાવનાર ભગુભાઈ પ્રેમચંદ પણ આ સમયે વિદ્યમાન હતા. તેથી આ મહાવીર સ્વામીનું દેરાસર તેઓએ બંધાવ્યાના મતને પુષ્ટિ મળે છે.
સં. ૧૯૭૯માં સુપાર્શ્વનાથના દેરાસરની વર્ષગાંઠ પોષ સુદ-૧૫ હતી. સ્થાનક માહિતી પ્રમાણે આ દેરાસરનો સં. ૨૦૨૧માં જીર્ણોદ્ધાર થયો છે. અને સંભવ છે કે ત્યારબાદ આ દેરાસરની વર્ષગાંઠ મહા વદ-૧૦ થઈ છે.
આ બંને દેરાસરોનો વહીવટ ભોંયણી શંખેશ્વર તીર્થની પેઢીના ટ્રસ્ટ દ્વારા થાય છે. અને આજે આ બંને દેરાસરોનો વહીવટ શેઠ શ્રી અરવિંદભાઈ પનાલાલની રાહબરી હેઠળ થાય છે.
સુપાર્શ્વનાથ સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમા પરિકર સહિત ૨૧ ઇંચની છે. ઉપરાંત, તે દેરાસરમાં સ્ફટિકની એક મૂર્તિ પણ વિદ્યમાન છે.
મહાવીર સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમા ૩૫ ઇંચની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org