________________
૧૨૨
રાજનગરનાં જિનાલયો ફરી પુન:પ્રતિષ્ઠાના મહોત્સવનો પ્રસંગ આવ્યો. સં. ૨૦૨૫માં મહાસુદિ ૧૩ના શુભ દિવસે શ્રી શાંતિનાથ પ્રભુને પુનઃપ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. પં. પૂઆચાર્ય દેવ શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પુન:પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો.
શાંતિનાથના આ જૈન દેરાસરમાં ગૂઢ મંડપમાં ગર્ભગૃહની બહારની ડાબી બાજુની દીવાલ પર છ શિલાલેખ એકસાથે ઉપર નીચે ગોઠવેલી અલગ અલગ તકતીઓ પર કોતરેલા છે. સં. ૧૬૪૬ના સમય દરમ્યાનના આ છ શિલાલેખ ઐતિહાસિક દષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર છે. આ છ શિલાલેખ વિશે જાણીતા ઇતિહાસવિદ્દ શ્રી પ્રવીણચંદ્ર પરીખ તથા ભારતીબેન શેલતનો એક સંશોધનલેખ “નિર્ઝન્થ' નામના વાર્ષિક ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે. તેમાંના શિલાલેખ નં.૧માંથી સાબિત થાય છે કે
શ્રી જિનચંદ્રસૂરિના વિજયરાજ્યમાં ૨૫ દેવકુલિકાઓથી અલંકૃત શ્રી શાંતિનાથ તીર્થકરનું ચૈત્ય ખૂબ જ દ્રવ્ય ખર્ચીને બનાવવામાં આવ્યું.”
શિલાલેખ નં. ૧માં શ્રી જિનચંદ્રસૂરિના પુરોગામી સૂરિઓની પટ્ટાવલી આપી છે. આ પટ્ટાવલિ વડગચ્છના પ્રથમ આચાર્ય શ્રી ઉદ્યોતન સૂરિથી શરૂ થાય છે. આચાર્ય ઉદ્યોતનસૂરિ જબૂસ્વામીની પરંપરામાં ચંદ્રકુલની વિહારુક શાખામાં થયા. આ શિલાલેખોમાં સૂરિઓના ખાતર અને રાજ જેવા ગચ્છો, શ્રાવકોના શંખવાલ, બ્રાહ્મચા જેવાં ગોત્રો તેમજ ઉકેશ વંશ અને શ્રીમાલ જેવી જ્ઞાતિના નિર્દેશો આવે છે. આ ઉપરાંત, ખરતરગચ્છીય સંઘની વ્યક્તિઓના નામોલ્લેખો પણ જોવા મળે છે. ટૂંકમાં, ઐતિહાસિક દૃષ્ટિએ આવી વિપુલ માહિતીવાળા પ્રાચીન શિલાલેખોનો સમૂહ એ રાજનગરનાં જૈન દેરાસરોની ગૌરવગાથાની ગવાહીરૂપ છે.
હાજા પટેલની પોળ
શાંતિનાથની પોળ
ચંદ્રપ્રભુ (સં. ૧૬૬૨ પહેલાં) હાજા પટેલની પોળમાં આવેલી શાંતિનાથની પોળમાં ચંદ્રપ્રભુનું દેરાસર છાપરાયુક્ત અને ભોંયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક શ્રી સીમંધર સ્વામી છે.
સં૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ હાજા પટેલની પોળના દેરાસર તરીકે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
આણંદીઈ એકવીસ પ્રતિમા રયણની તિહાં એક છઈ હાજા પટિલ પોલિ આવી વાંદીઈ ચંદ પ્રભુ પછઈ ચુપન પ્રતિમા ભુઅરઈ, ત્રણ હવઈ શાંતિ જિન ભેટીઈ બિસઈ પંચ્યાસી બિંબ વાંદી આઠ (ક)” બેટીઈ !”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org