________________
૧૨૦
રાજનગરનાં જિનાલયો અને પહોળાઈ સાડા સાત ઇંચની છે, વચ્ચે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ અને માથે ફણાવાળી આકૃતિ અંકાયેલી છે. ફણાઓ ઉપર ત્રણ છત્ર છે ને છત્રની આજુબાજુમાં એકેક ગાંધર્વ હાથમાં ફૂલની માળા સાથે ઊંચેથી અવતરણ કરી રહ્યા હોય એવો આબેહૂબ દેખાવ કરેલો છે. પલાંઠી નીચે કમળની રજૂઆત છે. આ મૂર્તિની બંને બાજુમાં એકેક ચામરધર ઊભા છે. બેઠકની નીચે નવ ગ્રહો આલેખ્યા છે. જમણી બાજુએ બે હાથવાળો યક્ષ અને ડાબી બાજુએ અંબિકા દેવી છે. લેખ નથી, પરંતુ, મૂર્તિવિધાનની દષ્ટિએ આ મૂર્તિ દશમા સૈકા લગભગની પ્રતીત થાય છે.
૩. ત્રીજી એક પ્રતિમા સહજી નામની શ્રાવિકાએ સં. ૧૧૨૧માં ભરાવ્યાના લેખવાળી છે.
૪. ચોથી મૂર્તિ જો કે પરિકરવાળી ખંડિત બનેલી છે. છતાં તેના ઉપર સં. ૧૧૨૯ના લેખમાં સુમતિધરની પુત્રીએ આ બિંબ કરાવ્યાનો ઉલ્લેખ છે. ટૂંકમાં, આ ચારે પ્રાચીન પ્રતિમાઓ શિલ્પકળાની દૃષ્ટિએ દર્શનીય છે. વળી, આ મંદિરની અંદર અને બહારની ભીંતો રાજપૂત સમયની ચિત્રકળાનાં ઉત્તમ દૃશ્યોથી ભરચક બનાવેલી છે.
ગુજરાતમાં સિમંધર સ્વામીના દેરાસરો પૈકી આ દેરાસર સૌથી વધુ પ્રાચીન છે.
શાંતિનાથની પોળ
શાંતિનાથનું દેરાસર (સં. ૧૯૪૯) ' શાંતિનાથની પોળમાં આવેલું શાંતિનાથનું દેરાસર ઘણું પ્રાચીન છે. સં. ૧૯૪૬માં આ દેરાસર અસ્તિત્વમાં આવ્યું છે. જાણીતા ઇતિહાસવિદ્દ ડૉ. આર. એન. મહેતાના મત પ્રમાણે પણ આ દેરાસરની સ્થાપના સં. ૧૬૪૬માં થયેલી છે.
આ દેરાસરની ૪00મી વર્ષગાંઠ સં૨૦૪૬માં આસો સુદ ૧૦ને દિવસે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય ભદ્રંકર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવનનિશ્રામાં ઊજવવામાં આવી હતી. તે નિમિત્તે અણનિકા મહોત્સવનું આયોજન પણ થયું હતું. અને એક સ્મરણિકાઅંક પણ તે નિમિત્તે પ્રકટ કરવામાં આવ્યો હતો. સ્મરણિકા અંક “શાંતિ જિનેશ્વર સાચો સાહિબ”નામથી પ્રકટ થયો હતો. અને તેનું પ્રકાશન શ્રી શાંતિનાથની પોળ જૈન સંઘ તરફથી કરવામાં આવ્યું હતું. તે અંકમાં જાણીતા વિદ્વાન અને ઇતિહાસવિદ્દ ડૉ. આર. એન. મહેતા તથા ડૉ. કનુભાઈ શેઠની આ દેરાસર વિશેની નોંધ પ્રસિદ્ધ થઈ છે. નોંધનાં કેટલાંક અવતરણ નીચે મુજબ છે......
શાંતિનાથના દેરાસરમાં કાષ્ટના ભાગો સૌથી પ્રાચીન હોઈ, કલાની દષ્ટિએ મહત્ત્વના છે. કાષ્ટના ભાગમાં ગભારા અને પ્રદક્ષિણા માર્ગને મંડપથી છૂટી પાડતી પડદી, ગુંબજ અને ગુંબજ તૈયાર કરતાં વપરાયેલા ત્રિકોણ તથા મદળો સચવાયેલાં છે. રા-૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org