________________
રાજનગરનાં જિનાલયો
પંક્તિઓમાં દોશીવાડાની પોળનાં ભાભા પાર્શ્વનાથનું દેરાસર તથા સીમંધર સ્વામીનું દેરાસર એમ બે દેરાસરોનો ઉલ્લેખ આવે છે. આ પંક્તિઓ નીચે મુજબ છે.
૧૧૮
“દોશીવાડે દોય દેહેરા નાય સકલ ગુણાકરા
પાર્શ્વ ભાભા જગત ભાભા સ્વામિ સીમંધરા ॥’
આ દેરાસર ગુંબજબંધી છે. બાજુમાં મુનિસુવ્રત ભગવાનનું સંયુક્ત દેરાસર છે. સ્થાનિક માહિતી પ્રમાણે અગાઉ આ જિનાલય કાષ્ટનું હતું. પહેલા માળે મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંત બિરાજમાન હતાં. આજથી આશરે ૮૦ વર્ષ પહેલાં એટલે કે ઈ. સ. ૧૯૧૬ની આસપાસ (સં. ૧૯૭૨ની આસપાસ) આગ લાગી હતી. આગમાં દેરાસર નષ્ટ થયું. પરંતુ, પ્રતિમાજીને કોઈ અસર થઈ ન હતી. આ એક દૈવી ચમત્કાર જ હતો. જિનાલયમાં ઘણા પ્રતિમાજી સંપ્રતિ મહારાજનાં સમયના અતિપ્રાચીન અને પરિકરયુક્ત છે. આગ લાગવાની ઘટના પછી શ્રી સંઘે દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કર્યું. આ જીર્ણોદ્ધાર દરમ્યાન બે દેરાસર કરવામાં આવ્યા. જે પૈકી એકમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંત તથા બીજામાં શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવંતને પધરાવવામાં આવ્યા. શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિ વેળુની બનેલી છે. અને સ્થાનિક કથા પ્રમાણે તે મૂર્તિ સાબરમતી નદીમાંથી મળી આવેલ છે. પ્રતિમાજીને લાલ રંગનો લેપ કરેલ છે, જેથી અત્યંત દેદીપ્યમાન લાગે છે. જીર્ણોદ્ધાર સમયે કોઈ અગમ્ય કારણોસ૨ પ્રતિમાજીને તેમની ગાદી પર સ્થાપન કર્યા ન હતા. પ્રક્ષાલન, અંગ લૂછવા આદિ ક્રિયા માટે પ્રતિમાજીને ઉપાડવા પડતાં હતાં. તેથી સંઘ હંમેશાં ચિંતિત રહેતો “જો ક્યારેક પ્રતિમાજી પડી જવાથી ખંડિત થાય તો શું ? !” આ અંગે આચાર્ય ભગવંત વિજય સિદ્ધિ સૂરીશ્વર મહારાજને (બાપજી મહારાજ) પ્રતિષ્ઠા કરાવવા વિનંતી કરી. તેઓશ્રીએ જણાવ્યું કે
“આટ આટલાં વર્ષો સુધી પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યા નથી માટે કોઈ કારણ હશે. અને તેથી પ્રતિષ્ઠા કરવાની હું સલાહ આપતો નથી.”
ત્યારબાદ ફરીથી સંઘની મૂંઝવણ વધતાં ચિઠ્ઠી નાંખવાનો નિર્ણય થયો. અને તે મુજબ નાની બાળા પાસે ચિઠ્ઠી ઉપડાવતાં તેમાં પણ ‘ના' આવી.
વળી, પાંચ-સાત વર્ષો બાદ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ નંદનસૂરીશ્વરજી મ૰ સાનું માર્ગદર્શન મેળવી, તેઓશ્રીની શુભ નિશ્રામાં શ્રી સંઘે શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંતની સાથે શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવંતની પ્રતિષ્ઠા સં. ૨૦૨૬ની સાલમાં શ્રાવણ વદ ૫ના દિવસે નિર્વિઘ્ને હર્ષોલ્લાસપૂર્વક કરાવી.
આ દેરાસર ‘વીંછીના ગોખલાવાળું દેરાસર' તરીકે પણ ઓળખાય છે. એક ગોખલામાં ચોવીસ તીર્થંકરો તેમની માતાઓ સાથે બિરાજમાન છે. બાર મહિનામાં એક વખત પણ સવા પાંચ આના (આજના ૩૩ નવા પૈસા) આ ગોખલામાં મૂકવાથી વીંછી કરડતા નથી, એવી પ્રાચીન માન્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org