________________
૧૧૫
રાજનગરનાં જિનાલયો
સુમતિનાથ
(સં. ૧૬૬૨ પહેલાં) પતાસાની પોળમાં વિદ્યમાન સુમતિનાથજીના દેરાસરનો તેના નામ સાથેનો સૌ પ્રથમ ઉલ્લેખ સં૧૯૧૨માં આવે છે. સં. ૧૬૬ર તથા સં૧૮૨૧ની ચૈત્યપરિપાટીમાં જે ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયો છે તે પૈકીના મહાવીર સ્વામી તથા શ્રેયાંસનાથજીના દેરાસરના સમયનો નિર્ણય થઈ શકે છે. પરંતુ તે સમયે વિદ્યમાન પદ્મપ્રભુના દેરાસર અંગે કોઈ સ્પષ્ટ નિર્દેશ મળતો નથી. વળી, સં. ૧૯૧૨માં વિદ્યમાન પતાસાની પોળનું વાસુપૂજ્યજીનું ચોથું દેરાસર સં. ૧૮૫૪ પહેલાં બંધાયું નહીં હોય તે તેના મૂળનાયકના લેખ પરથી નક્કી થઈ શકે છે. તેથી સં. ૧૬૬રમાં ઉલ્લેખ થયેલા પદ્મપ્રભુનું દેરાસર સંપૂર્ણ નષ્ટ થઈ ગયું હોય અથવા તો પપ્રભુના તે દેરાસરનું નામ કોઈ કારણોસર બદલાઈને સુમતિનાથ ભગવાનનું દેરાસર થઈ ગયું હોવાનો સંભવ છે.
આજથી ૯૦ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૦૬-૭(સં. ૧૯૬૨-૬૩)માં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સ તરફથી અમદાવાદનાં જૈન દેરાસરોની ડિરેક્ટરીમાં સુમતિનાથનું આ દેરાસર તે સમયે ૪૦૦ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ થયેલો છે.
ઉપરના સંદર્ભો ચંકાસ્યા બાદ એવો તર્ક થઈ શકે એમ છે કે સુમતિનાથજીનું આ દેરાસર સં. ૧૯૬૨ પહેલાનું હશે. જોકે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
વાસુપૂજ્ય વાસુપૂજ્યના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં થયેલો છે. રત્નવિજયની તીર્થયાત્રા જે સં૧૯૧૨માં લખાયેલી છે, તેમાં નીચે મુજબની પંક્તિઓમાં વાસુપૂજ્યના આ દેરાસરનો ઉલ્લેખ છે.
“ભેટી સુમતિ રે મૂકો મનનો આવલો ચ્યારે દેહરારે પોલ ફતાશાની સાંભળો
સાંભળો ભાવ સુજાણ ચેતન વાસુપૂજ્ય વિરાજતા.” મૂળનાયક ભગવાન પર સં. ૧૮૫૪નો લેખ છે. આ દેરાસર શેઠ માણેકચંદ કપૂરચંદે બંધાવેલું. ગુલાબચંદ નામનાં શિલ્પીની યોજના અને દેખરેખ નીચે આ દેરાસર તૈયાર થયેલું. આ દેરાસર બાંધવાનો ખર્ચ તે સમયે એક લાખ રૂપિયાનો થયેલો મનાય છે. આ દેરાસરનું બાંધકામ પૂર્ણ થતાં દસ-બાર વર્ષ લાગ્યાં હતાં. એનાં સ્તંભો, ચોક, વેલો, સાથિયા વગેરેનું કામ ખૂબ જ સુરુચિપૂર્ણ તથા કોમળતા અને લાલિત્યભરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org