________________
૧૧૪
રાજનગરનાં જિનાલયો મૂળનાયક શ્રેયાંસનાથજીની પદ્માસનસ્થ પ્રતિમાજી આશરે તેત્રીસ ઇંચ ઊંચાઈનાં છે. દેરાસરમાં ચુંવાળીસ પાષાણની અને એકસો બત્રીસ ધાતુની પ્રતિમાઓ બિરાજમાન છે. પદ્માવતી દેવી અને ઓશિયા માતાની મૂર્તિ એ ખાસ નોંધપાત્ર છે. ઓશિયા માતાની મૂર્તિ હઠીસિંહના દેરાસરમાં બિરાજમાન છે. ઉપરાંત, સમેતશિખર-શેત્રુંજયનો સુંદર કલાત્મક પટ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે દેરાસરમાં ત્રણ ગુરુમૂર્તિઓનો પણ ઉલ્લેખ થયેલો છે.
મહાવીર સ્વામી
(સં. ૧૬૬ર પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર ઘણું પ્રાચીન છે. સં. ૧૬૬રમાં આ દેરાસરનો ઉલ્લેખ મળે છે. પતાસાની પોળમાં જ વસવાટ કરતા શેઠ ઉમાભાઈ રૂપચંદ સં. ૧૯૨૨માં રૂા. ૫૦,૦૦૦/૦૦નો ખર્ચ કરી આ દેરાસર ફરી બંધાવેલું છે. ત્યારબાદ પણ આ દેરાસરમાં જીર્ણોદ્ધારનું કામ ચાલુ રહ્યું હતું. આ અંગેની માહિતી આપતો શિલાલેખ દેરાસરમાં સં. ૧૯૯૧માં લગાડવામાં આવ્યો છે.
દેરાસરમાં રંગમંડપમાં દેવીઓની કોતરણીવાળાં ઉત્તમ શિલ્પો છે. સામરણમાં આરસનાં પથ્થરની પાવાપુરીની રચના બનાવવામાં આવેલ છે. ધાતુનો અષ્ટાપદનો ગઢ આવેલો છે, જેમાં ધાતુનાં ચોવીસ પ્રતિમાજી છે. આ સિવાય બહારની ઓરડીમાં ફ્રેમવાળાં યંત્રો છે. સૂરિયંત્ર, વિજયપતાકા યંત્ર વગેરે.....ઉપરાંત, દેરાસરમાં સિદ્ધચક્ર, ઋષિમંડલ ઉપરાંત ચિંતામણિ પાર્શ્વનાથના યંત્ર પણ છે. નીલ રંગની શાંતિનાથજીની સ્ફટિકની એક પ્રતિમા ઉપરાંત શેઠશેઠાણીની મૂર્તિ છે.
દેરાસરમાં મોટી સંખ્યામાં શ્રાવકો દર્શનાર્થે તથા સેવા-પૂજા અર્થે પધારે છે. પર્યુષણ પર્વ દરમ્યાન ભાદરવા સુદ-૧ને દિવસે-મહાવીર જન્મના દિવસે શહેરના મોટા ભાગના શ્રાવકો આ દેરાસરમાં દર્શનનો લાભ લે છે. એ દિવસે ખૂબ ભારે આંગીની રચના કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં આ દેરાસરમાં વીજળીનો કોઈ ઉપયોગ થતો નથી. તે એક વિરલ અને દષ્ટાંતરૂપ ઘટના છે.
શેઠ ઉમાભાઈ રૂપચંદના પરિવારના સભ્યો આજે પણ હયાત છે. પતાસાની પોળમાં એક ખાંચો તેમના નામથી ઓળખાતો હતો. સં. ૧૯૬૩માં (ઈ. સ. ૧૯૦૭માં) પતાસાની પોળમાં ઉમાભાઈ રૂપચંદના ખાંચામાં ચાર ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે.
૧. શેઠ મોતીચંદ પાનાચંદ ૨. શેઠ જગાભાઈ ધરમચંદ ૩. શેઠ વીરચંદ લાલભાઈ ૪. શેઠ હેમાભાઈ રૂપચંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org