________________
૧૧૦
રાજનગરનાં જિનાલયો સં. ૧૮૦૦માં આદીશ્વરજીની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ સં. ૧૯૧૫માં નગરશેઠ પરિવારનાં જ શેઠ લલ્લુભાઈ પાનાચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૬૩માં આ દેરાસર ફરી જીર્ણ અવસ્થામાં હતું. સં. ૨૦૦૯માં તે સારી અવસ્થામાં હતું. એટલે કે તેનો ફરી એક વાર જીર્ણોદ્ધાર સં. ૧૯૬૩થી સં. ૨૦૦૯ દરમ્યાન થયો હોવાનો સંભવ છે.
વાઘણ પોળ
ઝવેરીવાડ
મહાવીર સ્વામી (સં. ૧૯૦૫) વાઘણપોળમાં આવેલું મહાવીર સ્વામીનું દેરાસર રતનપોળના માર્ગ ઉપર આવેલું છે. આ દેરાસર નગરશેઠ પ્રેમાભાઈએ બંધાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરી’ પુસ્તકમાં પ્રેમાભાઈ અંગે પૃ. ૨૦૦ પર નીચે મુજબની નોંધ છે.
પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય પર પાંચ લાખ રૂડનાં ખર્ચે તેમણે “શેઠ પ્રેમાભાઈની ટૂંક' બંધાવી હતી. અને પાલીતાણા ગામમાં ધર્મશાળા બંધાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે ૪૦,૦૦૦ના ખર્ચે ઈ. સ. ૧૮૪૯માં (સં. ૧૯૦૫માં) મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું
હતું.”
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે.
“સુભમતિ સુણજ્યો તે માહિ પોલ વાઘણ પર વડી
.....
તેહ પાડે ચૈત્ય સારા ખટ તણી સંખ્યા સણો આદિશ્વરને અજિત સ્વામી હોય શાંતિ જિણ ભણો છે.
ચિંતામણિ રે પારસ આસ પૂરતો વીર વંદો કે સંકટ સંઘનાં પૂરતો.” સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનારનું નામ શેઠ પ્રેમાભાઈ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ દેરાસર આશરે ૮૦ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ છે અને પગલાંની બે જોડ હોવાનો પણ નિર્દેશ કર્યો છે.
- સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં વાઘણપોળમાં મહાવીર સ્વામીના દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસરમાં સ્ફટિકની છ મૂર્તિઓ તથા એક ગુરુ મૂર્તિનો ઉલ્લેખ પણ થયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org