________________
રાજનગરનાં જિનાલયો
૧૦૯ ૧૮૫૯માં (સં. ૧૯૧૫માં) લલ્લુભાઈ પાનાચંદે ફરીથી કર્યું હતું. એમાં પણ ભોંયરું છે. એમાં ત્રણ મોટી પ્રતિમાઓ છે. વચ્ચેની પ્રતિમાની આસપાસ કાયોત્સર્ગ એટલે કે ઊભેલી સ્થિતિમાં બે નાની મૂર્તિઓ છે. મુખ્ય મૂર્તિ આદીશ્વર ભગવાન અથવા ઋષભદેવની છે. નીચે વિસં. ૧૬૬૬ (ઈ. સ. ૧૬૦૯) લખેલી છે. આ મંદિરમાં બીજી પણ કેટલીક મૂર્તિઓ છે. એક ગોખમાં લલ્લુભાઈ પાનાચંદ અને એમની સ્ત્રીની મૂર્તિ છે.”
આદેશ્વરની આ મૂર્તિ ભોંયરામાં બિરાજમાન છે. મૂર્તિ ખૂબ જ અલૌકિક અને ચમત્કારિક છે. આદેશ્વરજીની આ પ્રતિમા આશરે છ ફૂટ ઊંચી છે. તથા ભોંયરું ખૂબ જ મોટું અને વિશાળ છે. આવું વિશાળ ભોંયરું ભાગ્યે જ જોવા મળે છે. ભોંયરાની વિશેષતા એ છે કે જો કોઈ વ્યક્તિ રહી ગઈ હોય તો અને તે અવાજ કરે તો તે અવાજ છેક બહાર રોડ ઉપર સંભળાય તેવી આયોજનબદ્ધ બાંધણી છે. ઉપર ભોંયતળિયે મૂળનાયક શ્રી સુમતિનાથજી બિરાજમાન છે. તેમની પદ્માસનસ્થ પ્રતિમા આશરે ૩૫ ઇંચ ઊંચાઈની છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસર તે સમયે ૫૦૦ વર્ષ જૂનું દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરની સાથે જ સુવિધિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે સુવિધિનાથજીનું દેરાસર પણ ૫૦૦ વર્ષ જૂનું દર્શાવેલ છે. શ્રી સુવિધિનાથજી તથા શ્રી આદેશ્વરજીનું દેરાસર-એ બંને દેરાસરો તે સમયે જીર્ણ અવસ્થામાં હતાં તેવો ઉલ્લેખ છે. સુવિધિનાથજીના દેરાસરમાં પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરના ઉલ્લેખની સાથે સુવિધિનાથના દેરાસરનો પણ ઉલ્લેખ થયેલો છે. બંને દેરાસરોની સ્થિતિ તે સમયે સારી હતી તેવો પણ ઉલ્લેખ છે. સુવિધિનાથજીના દેરાસરમાં તે સમયે શેઠ-શેઠાણીની આરસની મૂર્તિનો ઉલ્લેખ છે, જ્યારે આદિનાથજીના દેરાસરમાં એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ છે.
આજે આદેશ્વરજીના ભોંયરાની ઉપરના ભાગમાં સુમતિનાથજી વિદ્યમાન છે. તેમાં પણ આજે શેઠ-શેઠાણીની મૂર્તિ છે. એટલે અગાઉ સં. ૧૯૬૩માં તથા સં૨૦O૯માં સુવિધિનાથજીના નામનો ઉલ્લેખ જે દેરાસર માટે થયો છે તે જ આ સુમતિનાથજીનું દેરાસર હોવાનું સ્પષ્ટ થાય છે. આ નામ ક્યારે અને કયા સંજોગોમાં બદલાઈ ગયું તે અંગેનો નિર્ણય થઈ શકતો નથી. તે અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે.
- સં. ૧૯૬૩માં વાઘણપોળના બીજા જૈન મંદિરોની સરખામણીએ આ દેરાસર ઘણું પ્રાચીન હોવાની નોંધ છે. તે સમયે ૫૦૦ વર્ષ જૂનું આ દેરાસર હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે તે અંગે કોઈ સબળ આધાર કે પુરાવો પ્રાપ્ત થતો નથી. તે સંજોગોમાં સં. ૧૮૦૦ પહેલાં પણ આ દેરાસર વિદ્યમાન હતું, તેવો તર્ક સાબિત કરવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં મૂળનાયક ભગવાનની મૂર્તિલેખ સં. ૧૮૦૦નો દર્શાવવામાં આવ્યો છે.
ટૂંકમાં આ દેરાસરનો સમય સં૧૮૦૦નો તો છે જ. નગરશેઠ ખુશાલચંદે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org