________________
૯૮
રાજનગરનાં જિનાલયો મૂળનાયકની ડાબી બાજુની દીવાલ પર ફિટ કરેલી ત્રણ ધાતુની પ્રતિમાજીઓ જોવા મળે છે.
અહીંથી બાજુના ગર્ભગૃહમાં જવા માટે વચ્ચોવચ પ્રવેશદ્વાર છે ત્યાં મૂળનાયક મહાવીર સ્વામી છે. એનો મૂર્તિલેખ સં.૧૬૮૨નો છે. રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુની દીવાલ પર એક ગોખ છે. તેમાં ભગવાન સુમતિનાથ બિરાજમાન છે, જમણી બાજુના ગોખમાં ત્રણ આરસની ગુરુમૂર્તિઓ છે. ૧. હીરસૂરીશ્વરમહારાજ, ૨. દેવસૂરિમહારાજ, ૩. બુદ્ધિસાગર મહારાજ, દુર્લભસાગર મહારાજ સાહેબના હસ્તે તેની પ્રતિષ્ઠા થયેલી છે. અસલમાં આ ગુરુમૂર્તિઓ નીચેના શાંતિનાથના ભોંયરામાંથી ખસેડી અહીં લાવવામાં આવી હોય તેવું જણાય છે.
| ગભારામાં ૬૬ ધાતુની મૂર્તિઓ અને વિવિધ પ્રકારનાં યંત્રો તથા સિદ્ધચક્ર છે. ૧૪ આરસના પ્રતિમાજીઓ છે, આરસનાં ૧ જોડ પગલાં છે. આરસની પ્રતિમાજીઓ પૈકી એક મૂર્તિ કલ્પવૃક્ષના પરિકર સાથેની છે. આ ગભારામાં ધાતુનાં યંત્રો, ધાતુના કોતરેલા ભગવાન જેવી શિલ્પકૃતિઓ દીવાલે ચોંટાડવામાં આવી છે. નંદાવ્રતનો સાથિયો, સાધુ-સાધ્વીની મૂર્તિ, ગુરુમૂર્તિ, આરસનાં પગલાં જેવી આકૃતિઓ આ શિલ્પમાં છે. આ ઉપરાંત, ચોવીશીનું એક મોટું શિલ્પ, બીજું ૨૦ મૂર્તિઓનું શિલ્પ તથા આરસની ૧૦ મૂર્તિઓનું શિલ્પ જડેલ છે તે અતિ રમણીય છે. આ શિલ્પો કોઈ તૂટેલ દેરાસરમાંથી આણીને અહીં સાચવ્યાં હોય તેવું જોતાંની સાથે સ્પષ્ટ થાય છે. આ ગભારામાંથી સંભવનાથજીના ભોંયરામાં જવાની સીડી છે. અહીંથી જ સુપાર્શ્વનાથના ત્રીજા ગભારામાં જવાનું બારણું છે. આની નીચેના ભાગમાં શાંતિનાથ ભગવાનનું ભોંયરું છે અને ઉપરના ભાગે મેડી છે, જ્યાંથી એક સમયે ચોઘડિયાં વગાડવામાં આવતાં હશે તેવું અનુમાન કરી શકાય તેવું છે. ચોઘડિયાં વગાડવા માટેની બે ઓરડીઓ આજે પણ મોજૂદ છે.
આ બારણામાંથી પ્રવેશીએ કે તરત જ વાસુપૂજ્યનો ગોખ જોવા મળે છે. હાથીયુક્ત થાંભલા, પક્ષીઓવાળું અને વેલબુટ્ટાયુક્ત રંગીન ચિત્રકામવાળું સુંદર કોતરણીયુક્ત તોરણ પરિકર મનમોહક છે. સં. ૧૯૪૯ નો તેના પર લેખ કોતરેલો છે.
આ ગોખની બાજુમાં આરસનો બનાવેલો સમેતશિખરજીનો ભવ્ય પટ જડવામાં આવેલો છે. આરસના પટ પર દેખાતી ધાતુની કડીઓ અનુમાન કરવા પ્રેરે છે કે આ પટ આખેઆખો ક્યાંકથી લાવી અહીં જડવામાં આવેલ છે. પટની આજુબાજુ ડિઝાઈનવાળો ગોખ છે. પટને કાચથી કવર (Cover) કરવામાં આવેલો છે.
ગભારાના દરવાજાની ઉપર ભીંતમાં ધાતુના પતરા પર હાથીની તથા વેલ-બુટ્ટાની આકૃતિઓ ઉપસાવેલી છે. અહીં મૂળનાયક ભગવાન શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમા આરસની છે. પણ તેનું પરિકર ધાતુનું છે. આ પરિકરનું છત્ર જરાક ખંડિત હોય એવું લાગે છે. મૂળનાયક પરનો લેખ સં. ૧૮૯૩ માઘ સુદ ૧૦ બુધવાર દર્શાવે છે. આરસની અન્ય ૧૬ પ્રતિમાજી બિરાજમાન છે, જે પૈકીની બે પરિકરયુક્ત છે. અહીં પણ યંત્રો અને સિદ્ધચક્રજી છે. આરસના પરિકર સાથેના, કાઉસ્સગ્ગ મુદ્રાવાળી ત્રણ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની જમણી બાજુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org