________________
રાજનગરનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં કોઠારી પોળ-સંભવનાથની ખડકીમાં ધર્મનાથજીના દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. અને તે દેરાસરમાં પગલાંની એક જોડનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત, શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી સંભવનાથજીનાં દેરાસરો ઘુમ્મટબંધ દર્શાવ્યા છે, જ્યારે આદીશ્વરજીનું દેરાસર ઘુમ્મટબંધ અને બંધાવનારનું નામ શેઠ કેસરીસંઘભાઈ દર્શાવવામાં આવ્યું છે. '
સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા-૧-૨-૩-૪માં સંભવનાથની ખડકીમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ આવે છે. ૧. ધર્મનાથ ૨. મહાવીર સ્વામી ૩. સુપાર્શ્વનાથ ૪. સંભવનાથ આ ચારેય દેરાસરોની વર્ષગાંઠ જેઠ વદ-૯ દર્શાવવામાં આવેલી છે. જ્યારે તે જ વિસ્તારમાં આદીશ્વરનું એક ઘર દેરાસર મોહનલાલ હેમચંદના ઘરમાં દર્શાવવામાં આવેલું છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં સંભવનાથની ખડકીમાં ચાર દેરાસરો દર્શાવવામાં આવ્યાં છે. ધર્મનાથજીનું દેરાસર ધાબાબંધ તરીકે દર્શાવેલું છે. અને મૂળનાયક ઉપર સં. ૧૬૮૨નો લેખ છે. મહાવીર સ્વામીનું દેરાસર ધાબાબંધ દર્શાવવામાં આવ્યું છે, જેમાં મૂળનાયક પર સં. ૧૬૮૨નો લેખ છે. ઉપરાંત, તે સમયે આ દેરાસરમાં ચાર ગુરુમૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. સુપાર્શ્વનાથજીનું દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવેલું છે. આ દેરાસરમાં બે ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ છે, જ્યારે સંભવનાથજીનું દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે અને મૂળનાયક પર સં૧૬૫૯નો લેખ છે.
ગુજરાતનું પાટનગર : અમદાવાદમાં શ્રી રત્નમણિરાવ જોટેએ પૃ. ૬૬૫ પર નીચે મુજબની નોંધ આ દેરાસર માટે કરેલ છે.
“ઝવેરીવાડામાં સંભવનાથનું મંદિર છે. એ બંધાયાની ચોક્કસ તારીખ ખબર પડી નથી, પણ એ શહેરમાં સૌથી પ્રાચીન જૈન મંદિર ગણાય છે. એમાં મંદિરની રીત પ્રમાણે સભામંડપો અને ગભારો એમ મળીને ત્રણ ભાગ છે. નીચે ભોંયરું છે. એમાં પણ એ પ્રમાણે છે. તળિયાં ઉત્તમ આરસથી કરેલાં છે. એમાં ત્રણ પ્રતિમાઓ બેવડા કદની બહુ મોટી છે. આ મંદિર બાંધવામાં લાખ રૂપિયા ખર્ચ થયો હતો.”
* દેરાસરમાં પ્રવેશતાં જમણી બાજુ પર શેત્રુંજયનો સુંદર અને રંગીન એવો પથ્થરનો પટ છે. આ પટમાં શેત્રુંજયની મુખ્ય ટૂક આલેખેલી છે. ત્યાં ભગવાન આદેશ્વરની આરસની નાની, સુંદર મૂર્તિ ધ્યાન ખેંચે છે. આ પટની બાજુમાં ગિરનારજીનો પટ છે અને તેની ઉપરના ભાગમાં અષ્ટાપદજીનો પટ છે. આ બંને પટ પણ પથ્થરના છે અને શેત્રુંજયના પટની માફક જ લાલ, લીલા અને સોનેરી શોભતા છે. હાલમાં આ ત્રણેય પટના કાચ અંદરના ભાગથી મેલા થયા હોવાથી સફાઈ કરાવી જરૂરી લાગે છે.
- અહીં મૂળનાયક ધર્મનાથ છે. મૂળનાયકની આસપાસ કોતરણીવાળું પરિકર છે. મૂળનાયક પરનો મૂર્તિલેખ સં. ૧૬૮૨ બતાવે છે. આ ગભારામાં મૂળનાયક સિવાય અન્ય ૧૭ આરસની પ્રતિમાજીઓ છે, ૬૦ ધાતુના પ્રતિમાજી છે. વિવિધ પ્રકારનાં યંત્રો અને સિદ્ધચક્ર પણ છે. રા-૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org