________________
૯૬
રાજનગરનાં જિનાલયો પોળના વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. જો કે સંભવનાથની ખડકીનું આજે વિદ્યમાન સંભવનાથજીનું દેરાસર, ચૌમુખજીની ખડકીનું શાંતિનાથ ચૌમુખજીનું દેરાસર-આ બંને દેરાસરો તે સમયે કોઠારી પોળમાં જે છ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, તેમાં સમાવિષ્ટ થયેલા હશે. જેનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ મળે છે.
“રાજનગરમાં આવીઆ સંઘને હર્ષ અપાર કોઠારીની પોળમાં ખટ ચૈત્ય ચિત ધાર // સોદાગરની પોલમાં દહેરું દીઠું એક
લહેરીઆ પોળઈ એક વલી વંદુ ધરીય વિવેક !” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં કોઠારીની પોળનો ઉલ્લેખ વાઘણ પોળ તરીકે થયેલો છે. ઉપરાંત, તે ચૈત્યપરિપાટીમાં ચૌમુખજીની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે.
૧. કલિકુંડ પાર્શ્વનાથ ૨. શાંતિનાથ જુહારી વાડ'ના ઉલ્લેખ સાથે ત્રણ દેરાસરોના નામ દર્શાવવામાં આવ્યાં છે. ૧. ધર્મનાથ ૨. સંભવનાથ ૩. વાસુપૂજ્ય
લહેરિયા પોળના નામના ઉલ્લેખ સાથે ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામી, વાસુપૂજ્ય, શાંતિનાથ.
વાઘણ પોળના ઉલ્લેખ સાથે નીચે મુજબનાં દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે.
૧. આદીશ્વરજી ૨. અજિતનાથ ૩. શાંતિનાથ ૪. ચિંતામણિ પાર્શ્વનાથ ૫. મહાવીર સ્વામી
અને સોદાગરની પોળના ઉલ્લેખ સાથે શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે સં. ૧૯૧૨માં સંભવનાથની ખડકીનું સંભવનાથજીનું દેરાસર “જુહારી વાડ'ના નામ સાથે જોડાયેલું છે. એટલે કે સં. ૧૮૨૧માં કોઠારી પોળના ઉલ્લેખમાં સંભવનાથની ખડકીનો, ચૌમુખજીની ખડકીનો તથા વાઘણપોળના એમ ત્રણ વિસ્તારોનો સમાવેશ થતો હતો, જેનું સં. ૧૯૧૨માં વિભાગીકરણ થઈ ગયું છે. ચૌમુખજીની પોળનો વિસ્તાર સ્વતંત્ર અસ્તિત્વ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તથા વાઘણપોળ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ઝવેરીવાડના ઉલ્લેખમાં સંભવનાથની ખડકી તથા અન્ય કેટલાક વિસ્તાર સમાવિષ્ટ થયેલો છે.
સંભવનાથજીના દેરાસરની પ્રતિષ્ઠા સંત ૧૬૫૭ દરમ્યાન થઈ હોવાનો ઉલ્લેખ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ પૃ. ૩૪૮ પર સ્પષ્ટપણે કરવામાં આવેલો છે. જેમાં ખંભાતનાં રાજિયા-વજિયાનાં ધર્મકાર્યોનો ઉલ્લેખ કરતાં નીચે મુજબની નોંધ મૂકવામાં આવી છે.
“સં. ૧૯૫૭માં અમદાવાદની કોઠારી પોળમાં શા ઠાકરશીનાં ભ૦ સંભવનાથની પ્રતિષ્ઠામાં ભરાવેલી ભગવાન ઋષભદેવની ૩૭ આંગળની પ્રતિમા પણ પધરાવી હતી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org