________________
રાજનગરનાં જિનાલયો
૫
ટૂંકમાં, આ દેરાસર સં૧૬૬૨ પહેલાંનું હોવાનો વધુ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
સંભવનાથની ખડકી
સંભવનાથ (સં. ૧૯૬૨ પહેલાં) ઝવેરીવાડમાં આવેલું સંભવનાથની ખડકીનું દેરાસર સંભવનાથ ભગવાનના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. તે ઘુમ્મટબંધી, બે ભોંયરાવાળું, આરસ તથા પથ્થરના ભાગોવાળું, જુદે જુદે સમયે વિસ્તૃત થયેલું હોય તેવું, પાંચ ગર્ભગૃહોવાનું અને ઉત્તરાભિમુખી દેરાસર છે. આ દેરાસરોનાં પાંચ ગર્ભગૃહો આ પ્રમાણે છે. ૧. ધર્મનાથ, ૨. મહાવીર સ્વામી, ૩. સુપાર્શ્વનાથ, ૪. શાંતિનાથ, (ભોંયરામાં), ૫. સંભવનાથ (ભોંયરામાં). આ દેરાસરો એકબીજા સાથે અંદરથી જોડાયેલાં છે.
સં ૧૬૬૨માં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં સંભવનાથની ખડકીનો આ વિસ્તાર તથા ચૌમુખજીની ખડકીનો વિસ્તાર “કોઠારી પાટક' તરીકે દર્શાવવામાં આવ્યો છે, જેનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ મળે છે.
“પાટક કોઠારીઈ વિરજિન શત ત્રેવીસ લહી જઈજી ઊપરિ સહસ્ર ત્રણનઈ માઝનઈ ભુંઅરઈ સંભવનાથજી. પ્રતિમા ચુસઠિ વંદુ રગિ ચુમુખિ શ્રી શાંતિનાથજી || દેહરી સહિત હોઈ છતીસ આગલિ કલિકુંડ સ્વામિજી
મૂરતિ પ્યાર વાંદનઈ જઈઈ શીતલ વસહી ઠામિજી !” એટલે કે મહાવીર સ્વામીનું દેરાસર તથા ભોંયરામાં સંભવનાથજીનું દેરાસર તે સમયે વિદ્યમાન હતાં.
સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં કોઠારી પોળના નામના ઉલ્લેખ સાથે છ દેરાસરોની નોંધ લેવામાં આવી છે. સુરતથી આવેલ સંઘે સરસપુરમાં મુકામ કર્યો હતો. સરસપુરનો વિસ્તાર તે સમયે રાજનગરના એક પરાનો વિસ્તાર ગણાતો હતો. આ સંઘ રાજનગરમાં સૌ પ્રથમ કોઠારીપોળનાં દેરાસરોમાં ભક્તિ કરવા ગયો હતો. ઉપરાંત, એ ચૈત્ય પરિપાટીમાં ત્યારબાદ સંઘ સોદાગરની પોળમાં એક દેરાસરના દર્શને ગયો હતો તથા લહેરિયા પોળમાં એક દેરાસરના વંદન કરવા ગયો હતો, તે મુજબનો ઉલ્લેખ છે. જો કે આ ચૈત્ય પરિપાટીમાં ‘જવહિરી પોળ'નો કે વાઘણ પોળના નામનો ઉલ્લેખ આવતો નથી. એટલે કે સં. ૧૬૬૨ની ચૈત્ય પરિપાટીમાં જે વિસ્તાર “જવહિરી પોળ'ના નામથી દર્શાવવામાં આવ્યો છે. તેમાંનો કેટલોક ભાગ જુદા જુદા નામે પ્રચલિત થયેલો છે. ઉપરાંત, તે સમયે કોઠારી પોળ નામના વિસ્તારમાં આજે વિદ્યમાન “સંભવનાથની ખડકી”, “ચૌમુખજીની ખડકી ઉપરાંત, વાઘણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org