________________
૯૪
રાજનગરનાં જિનાલયો સોદાગરની પોળ
શાંતિનાથ (સં. ૧૯૬૨ પહેલાં) ઘુમ્મટબંધી આ દેરાસરમાં શાંતિનાથ, મહાવીર સ્વામી અને ચંદ્રપ્રભ એમ ત્રણ મૂળનાયક ભગવાન બિરાજમાન છે. આ દેરાસરનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૮૨૧માં જ્ઞાન સાગર ગણિ કૃત તારાચંદ સંઘવી રાસ'-અમદાવાદ ચૈત્ય પરિપાટીઓમાં નીચે મુજબની પંક્તિમાં થયેલો છે.
“સોદાગરની પોલમાં દેહરું દીઠું એક
લહેરીઆ પોળઈ એક વલી વંદુ ધરીય વિવેક.” સં. ૧૯૧૨માં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે.
“વાસુપૂજ્યનો મુખડો નિહાલિ આજ આણંદ અધિક દિવાલી
સોદાગર પોલ મેં સાર શાંતિ જિન જગદાધાર !” જો કે આ દેરાસર ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે. સં. ૧૬૬૬માં લખાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં “જવહિરી પોળમાં શાંતિનાથ ભગવાનનાં બે દેરાસરોનો ઉલ્લેખ મળે છે, જે પૈકીનું એક દેરાસર સોદાગરની પોળનું હોવાનો સંભવ છે. આ વિસ્તારનું નામ સોદાગરની પોળ પાછળથી પ્રચલિત થયું હોવાનું જણાય છે.
આ દેરાસરમાં ધાતુની ઘણી પ્રાચીન પ્રતિમાઓ હતી અને તે પૈકીની આજે પણ કેટલીક વિદ્યમાન છે.
જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરમાં સં. ૧૧૧૬ની સાલની પ્રાચીન ધાતુમૂર્તિનો ઉલ્લેખ થયો છે.
“જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા. ૧માં આ ધાતુમૂર્તિનો ઉલ્લેખ સં૧૧૬૬ની સાલ સાથે થયો છે અને તે ધાતુની પંચતીર્થી તરીકે થયો છે. ઉપરાંત, આ દેરાસરમાં ઘણી પ્રાચીન ધાતુ પ્રતિમાઓનો ઉલ્લેખ પણ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ”માં થયેલો છે. સં૧૩૦૫, સં. ૧૩૮થી શરૂ કરીને ૧૫મા તથા ૧૬મા સૈકાની ઉપરાંત સં. ૧૬ર૪, સં. ૧૬૨૮, સં. ૧૬૭૦, સં. ૧૬૯૩ વગેરે ઉલ્લેખવાળી પ્રતિમાઓનો પણ આ દેરાસરમાં સમાવેશ થયેલો જોવા મળે છે
મૂળ આ દેરાસર ભોંયરાવાળું હતું. જીર્ણોદ્ધાર વખતે ભોંયરામાંની કેટલીક પ્રતિમાઓ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. સ્થાનિક કથા પ્રમાણે તે સમયે આચાર્ય મહારાજની આજ્ઞાથી તે ખંડિત પ્રતિમાઓ નદીમાં પધરાવવામાં આવી હતી. ત્યારબાદ જીર્ણોદ્ધાર સમયે ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે.
સ્થાનિક કથા પ્રમાણે આજે પણ ભોંયરામાં જૂની પ્રતિમા હોવાનો સંભવ છે. ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા સં. ૧૯૫૨માં થઈ હતી. તે સમયે આ જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org