________________
૯૨
રાજનગરનાં જિનાલયો લહેરિયા પોળ
મહાવીર સ્વામી (સં. ૧૯૬૨ પહેલાં). લહેરિયા પોળમાં આવેલા આ દેરાસરનો ઉલ્લેખ સં૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં મળે છે.
“સોદાગરની પોલમાં દેહરું દીઠું એક
લહેરીઆ પોળઈ એક વલી વંદુ ધરીય વિવેક II” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં ઝવેરીવાડમાં આવેલી ઝવેરીપોળ તથા લહેરિયા પોળમાં મહાવીર સ્વામી ભગવાનના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
“જુહરી પોલને લહરીયા નામ બે વીર જિનેશ્વર ધામ
વાસુપૂજ્ય દીઠા આણંદ બે શાંતિનાથ જિદ !” સં. ૧૬૬૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં “જવહિરી પોળ'માં મહાવીર સ્વામીના એક દેરાસરનો ઉલ્લેખ આવે છે, જે મોટે ભાગે લહેરિયા પોળનું આ મહાવીર સ્વામીનું દેરાસર હોવાનો વિશેષ સંભવ છે. કારણ કે દેરાસરમાં મૂળનાયક મહાવીર સ્વામી તથા ધર્મનાથનાં બિંબો પર સં. ૧૬૫૪નો લેખ છે. આ દેરાસરમાં કલાકૃતિવાળી આરસ તથા પથ્થરની મૂર્તિઓ તથા દેવ-દેવીઓની કોતરણી અત્યંત રમણીય છે તથા સુંદર કલાત્મક પરિકરમાં લાખ પૂરી રંગકામ કરેલ છે.
દેરાસરમાં મહાવીર સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમાની ઊંચાઈ આશરે ૪૩ ઇંચની છે. તથા સ્ફટિકની બે પ્રતિમાઓ છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરમાં ધાતુની એક ગુરુ મૂર્તિનો તથા શેઠ શેઠાણીની મૂર્તિનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત, આદીશ્વરજીના પગલાં છે. દેરાસરની પશ્ચિમે પાંચ કલ્યાણકની ઘુમ્મટબંધી દેરીઓ છે.
આ દેરાસરમાં સં. ૧૯૬૨ અને સં. ૨૦૦૦માં જીર્ણોદ્ધાર થયા છે.
સં. ૨૦૦૦માં આ દેરાસરના ગોખલામાં મુનિસુવ્રતસ્વામી ભગવાનની તથા અંબિકા દેવીની પ્રતિષ્ઠા થયેલી, જેની પ્રતિષ્ઠા જૈન ગુરુકુળના સંસ્થાપક ગુરુદેવ શ્રી ચારિત્ર્યવિજય મહારાજના શિષ્ય શ્રી દર્શનવિજયજીએ કરાવી હતી.
પયુષણ પર્વમાં મહાવીર જન્મના દિવસે પાંચ મહાવીરના દર્શન કરવાની રાજનગરમાં ઘણી જૂની પરંપરા ચાલી આવે છે. લહેરિયા પોળનું મહાવીર સ્વામીનું આ દેરાસર એ પાંચ દેરાસરોમાંનું એક છે.
શાસન સમ્રાટ પરમપૂજ્ય આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સં. ૧૯૭૦માં પંચકલ્યાણકની રથયાત્રાની શરૂઆત થઈ હતી. પાંચ કલ્યાણકોની આરાધના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org