________________
૯૧
રાજનગરનાં જિનાલયો કલાત્મક હશે તેનો અણસાર મળે છે.
જ્યારે રિલીફ રોડ બનાવવાનું આયોજન થયું ત્યારે આ દેરાસરનો અડધાથી પણ વધારે ભાગ સૂચિત રોડની લાઈનમાં આવી જતો હતો. તે કારણે આ દેરાસર એમ કહેવાય છે કે થોડુંક અંદરના ભાગમાં ખસેડવામાં આવ્યું અને નવેસરથી બાંધવામાં આવ્યું હતું. રિલીફ રોડ નવો બનવાને કારણે હાંલ્લા પોળમાં આવેલા દેરાસરની પણ આવી જ સ્થિતિ ઉદ્ભવી હતી.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં નિશાપોળનો ઉલ્લેખ “રતનપોળમાં શ્રી પાડાની પોળ” એ નામે થયેલો છે, જેમાં શાંતિનાથજી ભગવાનનાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. જે પૈકી એક દેરાસર (શાંતિનાથજીનું) ધાબાબંધી અને બંધાવનારનું નામ શાહ વખતચંદ મલ્લીચંદ દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે તે દેરાસરમાં પાષાણની બાવન પ્રતિમાજી અને ધાતુની ચોત્રીસ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે. જ્યારે શાંતિનાથજીનું બીજું દેરાસર ઘુમ્મટબંધ અને શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. તે સમયે તે દેરાસરમાં પાષાણની ત્રેવીસ પ્રતિમાજીઓ અને ધાતુની પપ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ' ભા-૧૨-૩-૪માં નિશા પોળમાં શાંતિનાથનાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી રોડ ઉપર આવેલા આ દેરાસરની વર્ષગાંઠ તે સમયે માગશર વદ-૨ દર્શાવવામાં આવેલી છે, જ્યારે આજે પણ સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરની વર્ષગાંઠ માગશર વદ-૨ દર્શાવવામાં આવેલી છે.
- સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં નિશાપોળમાં શાંતિનાથજીનું રોડ ઉપરનું આ દેરાસર ઘર દેરાસરની બાંધણીના સ્વરૂપનું દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે પાષાણની સત્તર પ્રતિમાઓ અને ધાતુની પચાસ પ્રતિમાજીઓ હોવાનો ઉલ્લેખ છે. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાનો નિર્દેશ થયેલો છે. વહીવટદાર તરીકે શેઠ કેશવલાલ બાપુજીના નામનો નિર્દેશ થયો છે. આજે પણ આ દેરાસરનો વહીવટ તે જ કુટુંબની પરંપરામાં શ્રી સુરેશભાઈ અમરતલાલ તથા અન્ય ટ્રસ્ટીઓ કરે છે. આ દેરાસરમાં લાકડાના સુંદર કોતરકામનો ઉલ્લેખ થયેલો છે.
'દેરાસરમાં ગુરુમૂર્તિ વિદ્યમાન છે. આબુના યોગનિષ્ઠ આચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજીની પ્રતિમાજી વિદ્યમાન છે. મૂળનાયક શાંતિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજી આશરે ૧૯ ઇંચ ઊંચાઈની છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર ઈ. સ. ૧૯૪૩માં (સં. ૧૯૯૯) દરમ્યાન થયો હતો.
સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું છે. સં. ૧૯૬૩માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તેથી આ દેરાસરને ૧૦૦ વર્ષ જૂનું હોવાની માન્યતાને પુષ્ટિ મળે છે. વળી, સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“..............બે શાંતિનાથ જિણંદ
જગવલ્લભ જગતનો સ્વામિ નિશા પોલિને અંતર જામિ.” ટૂંકમાં, આ દેરાસર સં. ૧૯૧૨ પહેલાના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org