________________
८०
સુરતનાં જિનાલયો
હોવાની તથા વહીવટ શેઠ મંગુભાઈ બાલુભાઈ સંઘવી હસ્તક હોવાની નોંધ છે. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત ત્રણ અલગ ગભારા હોવાની વિશેષ નોંધ છે. ઉપરાંત શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. કુલ ચૌદ આરસપ્રતિમા તથા સાડત્રીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ મંગુભાઈ બાલુભાઈ સંઘવી હસ્તક હતો.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં ગોપીપુરા, હાથીવાળા ખાંચામાં આ જિનાલયનો ઉલ્લેખ છે. ધર્મનાથના આ જિનાલયમાં ઉપરના માળે ગોડી પાર્શ્વનાથ તથા ભોંયરામાં સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિમા હોવાની નોંધ છે. ધર્મનાથની પ્રતિષ્ઠા અકબર બાદશાહના સમયમાં તથા સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સલીમ બાદશાહના વખતમાં થઈ હતી. સં ૧૬૭૮માં કારતક વદ ૫ ગુરુવારે શ્રી રત્નચંદ્રના હસ્તે સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિમાની તથા સં. ૧૬૬૪માં જેઠ સુદ ૫ સોમે ઓસવાલ શ્રાવક નાગજી દ્વારા શ્રી હીરવિજયસૂરિ હસ્તે ધર્મનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોવાની નોંધ છે. ઉપરાંત સં. ૧૯૫૬માં જિનાલયનો જીર્ણોદ્ધાર થયાની નોંધ છે. વહીવટ શ્રી વિજયદેવસૂર ગચ્છની પેઢીના શેઠ મંગુભાઈ બાલુભાઈ સંઘવી હસ્તક હતો. તથા શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ મહા સુદ ૧૦ બુધવારે ઓસવાલ જ્ઞાતિના તારાચંદ ભાર્યા બાઈ જડાવ પુત્ર સવાઈચંદ, ભાઈ દુર્લભચંદ, ભાઈ મલુકચંદ પરિવારે શ્રી વિજયઆણંદસૂરિગચ્છના વિજયધનેશ્વરસૂરિની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે.
શંખેશ્વર પાર્શ્વનાથના આ જિનાલયની પ્રતિમા આજે ધર્મનાથ-સૂરજમંડન પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
જિનાલયનો વહીવટ શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ સરકાર, શ્રી દીપચંદ સુરચંદભાઈ ઝવેરી, શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી તથા શ્રી મહેન્દ્રભાઈ સી- સરકાર હસ્તક છે.
ટૂંકમાં ધર્મનાથનું જિનાલય સં ૧૬૬૪ના સમયનું છે તથા સૂરજમંડન પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૬૭૮ના સમયનું છે.
હાથીવાળા દેરાસરની ગલીમાં, ગોપીપુરા
૨૪. ધર્મનાથ (સં. ૧૯૦૩)
ગોપીપુરા મધ્યે હાથીવાળા દેરાસરની ગલીમાં શ્રી ધર્મનાથનું સાદું, નાનું, શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય ડાહી દોશીના જિનાલયના નામથી પ્રચલિત છે.
જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૫૧ને વૈશાખ સુદ ૭ રવિવારના દિને શ્રી જયંતિલાલ છોટાલાલ ખોડુવાલા પરિવાર દ્વારા આ શ્રી વિજયચંદ્રોદય સૂરિ તથા આ શ્રી વિજયઅશોકચંદ્ર સૂરિની નિશ્રામાં કરવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org