________________
સુરતનાં જિનાલયો
સતરૈ સૈ સત્યાસિ વરસે, ફાગણ સુદી ત્રીજને દીવસે મૂહૂરત કીધું દિ સરસે || સ || વિ || || ૧૮ ||
ઇમ ઓછવ કરી પધરાવ્યા, સૂરતિ ચોમાસુ આવ્યા સંથૈ જૈત નીસાણ વજાવ્યા ॥ સટ || વિ || || ૧૯ ||
૧૮મા સૈકામાં શ્રી કલ્યાણસાગરકૃત શ્રી પાર્શ્વનાથ ચૈત્યપરિપાટીમાં કવિ સુરતના પાર્શ્વનાથના દર્શન કરે છે.
સં. ૧૭૮૬ પછી જિનવિજયકૃત ક્ષમાવિજય નિર્વાણરાસમાં સં. ૧૭૮૦માં ક્ષમાવિજયે સુરતમાં ચોમાસું કર્યાની નોંધ સાથે આ જિનાલયનો ઉલ્લેખ કર્યો છે :
છે :
ભેટી ધર્મજીણંદ સુપાસ, શ્રી સુરત મંડણ પાસ
શ્રી સંઘને અધિક ઉલ્લાસ, સંવત એંસીએ રહ્યા ચોમાસ
સં. ૧૭૯૩માં લાધાશાહષ્કૃત સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ત્રીજે શ્રી ધર્મનાથને દેહરામાંહે સુણો સંતો રે;
સુરજમંડણ પાસજી ભૂયરામાંહે ભગવંતો રે. શ્રી જિન ૭
Jain Education International
ચોવીસબિંબ પાષાણમેં સાત રતનમેં દીપે રે;
એકસો સીતરે ધાતુમેં નિરખંતા નયન ન છીપે રે. શ્રી જિન ૮
સં. ૧૭૯૯માં શ્રી ઉત્તમવિજયએ સુરતમાં રચેલ સંયમશ્રેણી ગર્ભિત મહાવીર સ્તવ સ્વોપજ્ઞ ટબા સહિતમાં આ જિનાલયનો ઉલ્લેખ છે :
66
સૂરત માંહે સૂરજમંડણ શ્રી જિનવિજય પસાયો,
વિજયદયાસૂરિરાજે જગપતિ, ઉત્તમવિજય મલ્હાયો રે. ભલે ૧૧
સં. ૧૭૯૯માં જ ઉક્ત કવિકૃત શ્રી જિનવિજય નિર્વાણરાસમાં સૂરજમંડન પાર્શ્વનાથને જુહાર્યાની નોંધ છે :
સુરત મંડન પાસ પ્રમુખ જિન નિરખીત હરખીત થાયજી
જયસાગરકૃત તીર્થમાળામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો
સુરતમંડણ કલીકુંડું વળી ભાભો ધૃતકલ્લોલ, ભવિયણ
જગવલ્લભ ને સહસણો, જુહારો નિસાપોલ. ભવિયણ ૩૧.
સં. ૧૮૧૪ આસપાસ કવિશ્રી રત્નવિજય લિખિત ચોવીસીના અંતે કલશમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની સ્તવના કરી છે :
For Personal & Private Use Only
www.jainelibrary.org