________________
સુરતનાં જિનાલયો
અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મ – ચક્કસરતણી, મુઝ પુણ્ય તરૂઅર ફેલ્યો પામી સ્વામી સેવાસારણી. વામાં એ વામા એ સુત સોહામણો એ,
સિવપુર સિવપુર કરો સાથ કે; નાથ જ્યો ત્રિભુવનતણો એ,
સૂરતિ સૂરતિમંડણ નામ કે; વામાસુત સોહામણો એ.
|
ગુo
વામાતણો સુત સદા સમરથ સેવકાં સાધાર એ, જગસૂધ મંદિર થંભ થોભણ નોધારા આધાર એ; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મોટો મનહરઇ.
વલિ હાર હીરાતણો હિઅડઈ તેજ તિહુઅણિ વિસ્તરઈ ૪
સં. ૧૭૨૧માં ઉપા. મેઘવિજયજીકૃત શ્રી પાર્શ્વનાથ નામમાલામાં કવિ સૂરજમંડન પાર્શ્વનાથને નમસ્કાર કરે છે :
સૂરતિમંડણ એ ભજ ભીડભંજણ એ, એ. સં. ૧૭૩૧માં ઉપાટ વિનયવિજયજીકૃત શ્રી જિનસહસ્રનામ સ્તોત્રમાં તેમણે આ પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કર્યા છે.
સં. ૧૭૪૬માં શ્રી શીલવિજયકૃત તીર્થમાલામાં સૂરજમંડન પાર્શ્વનાથનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
નવસારી સુરતમંડાણ, ચિંતામણ, સોહે જિનભાણ,
ઉંબરવાડી જરાઉલા, આદિનાથ ગાઉ ગુણનીલો ૧૧૧ સં. ૧૭૫૫માં જ્ઞાનવિમલકૃત તીર્થમાળામાં સુરતનાં જિનાલયોના વર્ણનમાં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં છે :
ધુર થકી શહેરમાં વંદિયા, પાસ ચિંતામણી વારૂ
ધર્મ જિનેસર નમિ જિન, કુંથુ જિનેસર તારૂ સં. ૧૭૮૭માં જૈનેન્દ્રસાગરકૃત શ્રી વિજયદયાસૂરિની સઝાયમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે :
સૂરતિ મંડન પ્રભુ પાસ, ધર્મનાથ પૂરે મન આસ, ભેટે મનનૈ ઉલ્લાસ
| સ | વિ. || || ૧૭ ||
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org