________________
૭૪
સુરતનાં જિનાલયો
આજે આ જિનાલયનો વહીવટ શ્રી માણેકચંદ ઝવેરી તથા શ્રી ચંદુલાલ માણેકલાલ ઝવેરી હસ્તક છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં આ જિનાલયનો ઉલ્લેખ નથી. પરંતુ અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે આ જિનાલય સં ૧૯૨૫ના સમયનું હોવાનો વિશેષ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
હાથીવાળું દેરાસર, ગોપીપુરા ૨૩. ધર્મનાથ (સં. ૧૬૬૪) સૂરજમંડન પાર્શ્વનાથ (સં. ૧૬૭૮)
ગોપીપુરા મધ્યે હાથીવાળા દેરાસરની ગલીમાં આરસ તથા સાદા પથ્થરનું શ્રી ધર્મનાથ તથા શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું શિખરબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. ભોંયરામાં મૂળનાયક શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ છે. જિનાલય દેવસૂરગચ્છનું ગણાય છે.
શૃંગારચોકીમાં હાથીનાં શિલ્પો દીવાલમાં ઉપસાવેલાં છે. ત્રણ પ્રવેશદ્વાર છે. જમણી બાજુ એક રૂમમાં યતિની ગાદી, માણિભદ્રવીર તથા નાકોડાભૈરવ બિરાજે છે. રંગમંડપ વિશાળ છે. ૫૧’.૩” ફૂટનો વ્યાસ ધરાવતો કોતરકામયુક્ત ઘુમ્મટ છે. પુંડરીકસ્વામી તથા ગૌતમસ્વામીની આસમૂર્તિઓના ગોખ છે. વાયુભૂતિ, દેવચંદ્રસૂરિ તથા વિજયપ્રભાસૂરિની આરસની ગુરુમૂર્તિઓ છે તથા કાઉસ્સગ્ગ મુદ્રામાં વર્તમાન ચોવીસીની ચોવીસ શ્યામ આરસપ્રતિમા છે.
મુખ્ય ગભારા સિવાય દેવકુલિકાની રચનાવાળા અન્ય બે ગભારા છે. તે પૈકી એક ગભારામાં મધ્યે ૨૧' ઊંચી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરસપ્રતિમા તથા અન્ય ગભારામાં મધ્યે ૨૧” ઊંચી શ્રી ગોડી પાર્શ્વનાથની આરસપ્રતિમા બિરાજે છે. શ્રી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા પુનઃ પ્રતિષ્ઠા પૂર્વે આ જિનાલયમાં ઉપરના માળે બિરાજમાન હતી તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા આ જિનાલયની પાસે આવેલ જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન હતી. મુખ્ય ગભારામાં ૨૧' ઊંચી મૂળનાયક શ્રી ધર્મનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત નયનરમ્ય પ્રતિમા બિરાજે છે. મૂળનાયક પ્રતિમા ૫૨ લેખ નથી. કુલ અડસઠ આરસપ્રતિમા પૈકી ચોવીસ કાઉસ્સગ્ગિયા છે તથા એક ધાતુપ્રતિમા છે.
સં- ૨૦૪૩માં મહા સુદ ૧૩ તા. ૧૧-૨-૧૯૮૭ને બુધવારે તે ચોવીસ શ્યામ કાઉસ્સગ્ગિયા આરસપ્રતિમાની અંજનશલાકા થયા પછી મહા સુદ ૧૪ તા. ૧૨-૨-૧૯૮૭ના રોજ ભોંયરામાંના મૂળનાયક શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિમા સિવાય શ્રી ધર્મનાથ આદિ જિનબિંબો સાથે ઉપર્યુક્ત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ જિનાલયનાં જિનબિંબો તથા શ્રી ગોડી પાર્શ્વનાથ આદિ જિનાલયનાં જિનબિંબોની પુનઃ પ્રતિષ્ઠા આ૰ શ્રી વિજયકુમુદચંદ્ર- સૂરિ, આ શ્રી વિજયચંદ્રોદયસૂરિ, આ શ્રી વિજયઅશોકચંદ્રસૂરિ, આ શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરિ આદિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org