________________
૬૬
સુરતનાં જિનાલયો
ઉપરથી વંચાય છે કે તે શાકરચંદ લાલભાઈ તરફથી કરાવવામાં આવ્યું છે તથા એ દેરાસરજી શ્રી રત્નસાગરજીના ઉપદેશથી થયું છે. એની પ્રતિષ્ઠા શ્રી સિદ્ધિવિજયજીએ કરાવી છે. આ જિનાલયમાં પ્રતિમાઓ ઘણા પ્રમાણમાં છે. તથા માપમાં ઘણી મોટી છે. ભોંયરામાં એક નીચે એક એમ બે માળ નીચે અને એક ઉપર મળી ચાર માળમાં દેરાસર છે. સુરતનાં સમૃદ્ધિમાન દેરાસરોમાં આ દેરાસર પ્રથમ પંક્તિનું છે. મૂલનાયકજીનું બિંબ અદ્ભુત અને ચમત્કારી છે ...
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મોટીપોળમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ નેવ્યાશી આરસપ્રતિમા, બોતેર ધાતુપ્રતિમા, એક ગુરુમૂર્તિ તથા શ્રાવક-શ્રાવિકાની આરસમૂર્તિ હતી. સં. ૧૮૪૩માં સાંકરચંદ લાલભાઈએ જિનાલય બંધાવ્યું હોવાની નોંધ છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૮૪૩નો લેખ હોવાનો ઉલ્લેખ છે. વહીવટ દયાચંદ કરમચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં ગોપીપુરા, મોટીપોળ, સંઘવીની પોળમાં દર્શાવેલ વાસુપૂજયસ્વામીના આ જિનાલયમાં મજલા ઉપર ચૌમુખજી, મનમોહન પાર્શ્વનાથ, સીમંધરસ્વામી, સહસ્રફણા પાર્શ્વનાથ તથા ભોંયરામાં શાંતિનાથ અને આદેશ્વરની નોંધ મળે છે. સં. ૧૮૪૩ના વૈશાખ સુદ છઠના રોજ ઓસવાલ જ્ઞાતિના ઝવેરી ખેમરાજ મેઘરાજના પુત્ર ઝવેરચંદ અને તેમના પુત્ર રતનચંદે ખોબલો ભરી મોતી આપી પ્રતિમાઓ ભરાવી હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ શેઠ રતનશાએ દીક્ષા લઈ જિત થઈ રતનવિજય નામ ધારણ કરી જિનાલયની વ્યવસ્થા કરતાં ૧૦૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યાની નોંધ પણ છે. ઉપરાંત સં ૧૯૨૦માં પ્રેમચંદ રાયચંદ ઝવેરીએ જીર્ણોદ્ધાર કરાવ્યાનો નિર્દેશ છે.
આજે જિનાલયમાં કુલ સિત્યાસી આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગ્ગયા અને બે ચૌમુખજી છે તથા સડસઠ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી અજિતભાઈ રતનચંદ ઝવેરી, શ્રી બિપીનભાઈ રતનચંદ ઝવેરી તથા શ્રી ધરણેન્દ્રભાઈ કલ્યાણચંદ ઝવેરી હસ્તક છે.
જિનાલયનો સમય સં ૧૮૪૩નો છે.
પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા પાસે, સુભાષચોક
૨૧. શીતલનાથ (સં. ૧૮૨૭)
Jain Education International
સહસ્રફણા પાર્શ્વનાથ (સં. ૧૮૨૭)
પોસાયા પાર્શ્વનાથ (સં. ૧૯૦૩)
ગોપીપુરા, સુભાષચોક મધ્યે પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા પાસે આવેલ આરસ તથા પથ્થરના બનેલા ત્રણ માળના શ્રી શીતલનાથના શિખરબંધી જિનાલયમાં ભોંયરામાં અતિપ્રભાવક શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ તથા ઉપરના માળે શ્રી પોસાયા પાર્શ્વનાથની ચોવીસી પ્રતિમા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org