SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સુરતનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૧૮૪૩માં વાસુપૂજય જિનની પ્રતિષ્ઠા સુરતના રતનચંદ શાહે કરાવી તે માટેનું વાસુપૂજ્ય જિનમહિમા વર્ણન સ્તવન શ્રી વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય પ્રેમવિજયે રચ્યું છે જેનો સાર નીચે પ્રમાણે છે : ‘શત્રુંજયનો ૧૫મો જીર્ણોદ્ધાર કરાવનાર અને નવલાખ બંદીવાનને છોડાવી જશ પ્રાપ્ત કરનાર સમરા સારંગના વંશજ સુરત બંદરે વસતા ખેમરાજ મેઘરાજના પુત્ર ઝવેરશાના પુત્ર રતનચંદે ગુરુમુખે વાસુપૂજય તીર્થકરનું ચરિત્ર સાંભળીને તેનું દેવાલય મોં માગ્યા ધન ખર્ચાને શુદ્ધભૂમિ પર બંધાવવાનો નિશ્ચય કર્યો. મોટી કોરણીવાળા રળિયામણા રંગમંડપ અને તેજથી ઝળકતા ગભારા સાથે દેવવિમાન જેવું જિનાલય બંધાવ્યું. ચંદ્ર જેવા ઉજ્જવલ પાષાણ-આરસપહાણ મંગાવી મૂર્તિ કરાવી. પછી તેણે પ્રતિષ્ઠા માટે વૈદિકા રચી, પીઠો મંડાવી, જળયાત્રા વગેરે વિધિ કરી. દશમે દિને શુભમુહૂર્તે અંજનશલાકા કરાવી સં. ૧૮૪૩ વૈશાખ સુદિ રને દિને સખત પર મૂળનાયકરૂપે તે વાસુપૂજિનની મૂર્તિ ભરાવી. આની પ્રતિષ્ઠા ઉત્સવ હર્ષથી કર્યો. દેહરા ઉપર મનમોહન પાર્શ્વનાથ, ભોંયરામાં આદેશ્વર, જમણી બાજુ ચોમુખ સીમંધરસ્વામી, ડાબી બાજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથની ચૌમુખી પ્રતિમાં અને ભમતીમાં ચોવીસ જિનપ્રતિમા ભરાવી. રતનચંદ અને તેના બે ભાઈ અભેચંદ અને પ્રેમચંદ એ ત્રણેએ અતિ દ્રવ્ય ખર્ચા જિનશાસનની શોભા વધારી. જે માતાની કુખે રતનચંદ જન્મ્યા તે ઝમકુબાઈને ધન્ય છે. રતનચંદની ભાર્યા બાઈ આધારનો છરંગ માતો નહોતો. ચતુર્વિધ સંઘનું સ્વામીવચ્છલ, યાચકોને દાન, સાધુભક્તિ ખૂબ કરી રતનશાએ ધનનો લાહો લીધો.” (સુવર્ણપુરનો સુવર્ણયુગ (સં. ૧૯૯૬) પૃ. ૧૦૯-૧૧૦) આજે પણ જિનાલયમાં ભમતી સિવાય ઉપર્યુક્ત પ્રતિમાઓ વિદ્યમાન છે. સં. ૧૮૪૩માં શ્રી પ્રેમવિજયે કરેલ શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનું વર્ણન નીચે મુજબ છે : શ્રી વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન દોહરો શ્રી વાસુપૂજ્ય નિણંદને, પ્રણમુ ગુણ અભિરામ; જેહને નામે સંપ જે, સકલ મનોરથ ધામ ત્રિભુવન વંદન પાવનો, વાસુપૂજ્ય નંદનદેવ; વંદન ભાવ સહિત કરે, તવન કરું તત ખેવ આદિનિણંદ મયા કરો. એ દેશી પૂણ્ય પ્રભાવક ઉપના, ઉસવાલ વંશ પ્રસિદ્ધો રે; શમરા શારંગ શેત્રુંજયતણો, પરમો ઉદ્ધાર તે કિધો રે ૧ ધન ધન શ્રી જિનશાશને, - આંકણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy