________________
૫૦
સુરતનાં જિનાલયો સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મોટી પોળના નાકે આ જિનાલયનો ઉલ્લેખ છે. જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. કુલ સાત આરસપ્રતિમા, સોળ ધાતુપ્રતિમા તથા ચાર સ્ફટિકપ્રતિમા હતી જે આજે પણ યથાવત્ છે. શેઠ મનસુખભાઈ તલકચંદના પુત્રોએ સં. ૧૯૬૨માં જિનાલય બંધાવ્યું હોવાની નોંધ છે. સં. ૨૦૧૦માં વહીવટ શેઠ ગુલાબચંદ બાલુભાઈ હસ્તક હોવાનો તથા જિનાલયની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૩માં આ જિનાલયને ૫૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે જિનાલયના ટ્રસ્ટીઓ તથા શેઠ મંછુભાઈ તલકચંદના કુટુંબીઓએ જિનાલયનો સુવર્ણ મહોત્સવ ઊજવવાનું નક્કી કર્યું હતું. તે અંગેની ટૂંકી રૂપરેખા સંભવનાથ સ્તવન ગ્રંથમાં પ્રસિદ્ધ થઈ હતી જેના કેટલાક અંશો નીચે મુજબ છે :
સૂર્યપુર યાને સૂરત શહેરના ગોપીપુરામાં આ દહેરાસરજી છે. તેમાં મૂળનાયક તરીકે શ્રી સંભવનાથજી ભગવાન બિરાજે છે. મૂળનાયકજી ભગવાન તથા બીજા ત્રણ બિંબો મળી કુલ ચાર બિંબો સ્ફટિક રત્નના છે.
આ સ્ફટિક રત્નની ચારે પ્રતિમાઓની અંજનશલાકા શેઠ મંછુભાઈના વડવા શેઠ મૂલચંદ વર્ધમાન અને તેમના વડવાઓએ વિ. સં. ૧૬૮૩ના જેઠ સુદ ૩ને દિવસે અમદાવાદમાં જગદ્ગુરુ શ્રીમદ્ હીરવિજય સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રખર પ્રભાવક શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ૧૦૦૮ મહાત્મા શ્રીમદ્ વિજયદેવસૂરિજીના હાથે કરાવી હતી. અને સુરત ગોપીપુરા મોટા રસ્તા પર આવેલ પોતાના ઘરદેરાસરમાં આ અલૌકિક બિંબો સ્થાપન કર્યા હતા. શેઠ મૂલચંદભાઈના પુત્ર ભાઈચંદભાઈ, તેમના પુત્ર તલકચંદભાઈ, તેમના પુત્ર ઝવેરી મંછુભાઈએ પણ વંશપરંપરાએ સં. ૧૯૩૦ સુધી પોતાના ઘરદહેરાસરમાં આ બિંબોની પૂજા-સેવા ભક્તિ કરી હતી. આ
વિ. સં. ૧૯૩૦માં એ ઘર વેચ્યું ત્યારે આ ઘરદહેરાસરમાંની આ ચાર પ્રતિમાઓને ગોપીપુરામાં આવેલ શ્રી ધર્મનાથજી ભગવાનના દહેરાસરજીમાં પરોણા દાખલ પધરાવ્યા હતા. આ બાબતનું લખાણ નીચે મુજબ છે :
સંવત ૧૯૩૦ના માગસર સુદ ૧૨ને સોમવારને શા મુલચંદ વર્ધમાનના ઘરમાંથી દેરાસર હતું તે દેરાસર આજ દિને અમારો ગચ્છ વિજય દેવસુરનો છે તે ગચ્છના દહેરામાં પધરાવ્યું છે. તેની વિગત પ્રતિમા નંગ ૪ ચાર સ્ફટિક રત્નની છે. એ પ્રતિમા ચાર; ગચ્છનું દહેરું ધરમનાથજી ભાણજીનું કહેવાય છે તે દહેરામાં પધરાવી છે. તારીખ ૧લી ડીસેંબર સને ૧૮૭૩ અંગ્રેજીને દિને પધરાવી છે. એ શા મુલચંદ વર્ધમાનની છે એનો વારસ શા મંછુભાઈ તલકચંદ છે. એને એ દેરામાં પધરાવી છે સંવત ૧૯૩૦ના માગસર સુદ ૧૨ને દિન પધરાવ્યું છે. શેઠ શા હરખચંદ રતનચંદની રૂબરૂ સંઘને સોંપી છે. પરોણા દાખલ સોંપી.
એ પ્રતિમા છે તે એ ધણીની છે એ ધણીની મરજીમાં ફાવે તે દહાડે એ દેરાસરમાંથી પ્રતિમા લઈ જાય તો એ ધણી માલેક છે એમાં સંઘ વાલાથી અટકાયત કરાય નહીં.
સં. ૧૯૪૭માં બાલબ્રહ્મચારી મુનિમહારાજ શ્રી ૧૦૦૮ શ્રી મોહનલાલજી મહારાજ સુરતમાં પધારેલા. તેઓશ્રી આ રત્નના ચાર પ્રતિમાજીના દર્શન કરીને ઘણા જ આનંદ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org