________________
૪૮
સુરતનાં જિનાલયો શતાધિક પૂ. સાધુ-સાધ્વીજી મ.ની નિશ્રામાં જેઠ સુપના અંજનશલાકા કરાવી વિ. સંવત ૨૦૫ર જેઠ સુદ ૬ગુરુવાર તા. ૨૩-૫-૯૬ પં. સોમચંદ્રવિજયના આચાર્યપદ દિવસે શુભમુહૂર્ત સૂરિમંત્રિત વાસક્ષેપપૂર્વક કરવામાં આવી છે.
દ્વારોઘાટન : જેઠ સુદ ૭ - શ્રી શ્રીપતભાઈ સૂરચંદ બંગડીવાળા વરદ્યસ્ત થયો. ટૂંકમાં આ ઘરદેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૫રમાં થયેલ છે.
મોતીપોળના નાકે, ગોપીપુરા
૧૮. સંભવનાથ (સં. ૧૯૬૩) ગોપીપુરા મધ્યે મોતી પોળના નાકે શ્રી સંભવનાથનું શિખરબંધી મનોહર જિનાલય આવેલું છે. જિનાલય શેઠ મંછુરામ તલકચંદ ઝવેરીના જિનાલય તરીકે પ્રચલિત છે. * *
પ્રવેશદ્વારની કમાનો તથા સ્થંભો પર ફૂલ-બુટ્ટાની કોતરણી સુંદર છે. ત્રણ પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વારની આજુબાજુ દ્વારપાલનાં શિલ્પો તથા સ્થંભો પર પરીઓનાં શિલ્પો ધ્યાનાકર્ષક કેન્દ્રિત છે. શૃંગારચોકીમાં જમણી બાજુ અગાશી-ધાબા પર જવા માટેની સીડી છે.
મધ્યમ કદના રંગમંડપમાં પ્રવેશતાં સન્મુખ શ્રી સંભવનાથની સ્ફટિકપ્રતિમાના દર્શન થાય છે. શેઠ મંછુરામ તલકચંદ ઝવેરી તથા શેઠાણી હરકીરબહેન મંછુરામ ઝવેરીનો ચિત્રકામવાળો ફોટો કાચથી મઢી દેવામાં આવ્યો છે. બાંધકામમાં ઇટાલિયન મારબલનો ઉપયોગ થયેલો જણાય છે. ફરતે દીવાલે શત્રુંજય, અષ્ટાપદ, કેસરિયાજી, બાબુ બદરીનાથનું દેરાસર-કલકત્તા, કચ્છ, આબુ, ભદ્રેશ્વર, ભોંયણી, આમલકી ક્રીડા, ગિરનાર, રાણકપુર, સમેતશિખર – વગેરે ચિત્રિત કરેલા પટ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. પ્રતિકૂળ સમયે પ્રતિમાના રક્ષણ અર્થે ભોંયરામાં પબાસનની રચના કરવામાં આવી છે. ડાબી બાજુ શિલાલેખ છે જે નીચે
મુજબ છે :
સંભવનાથ સ્વામી જિનાલય
૩િૐ હ્રીં શ્રીં શ્રી સંભવનાથ સ્વામીને નમો નમ: શ્રી સુરત બન્દીર વાસ્તવ્ય વિશા ઓશવાલ જ્ઞાતિય શ્રેષ્ઠીવર્ય વર્ધમાન તત્સત મૂલચંદ, તત્સત ભાઈચંદ તત્સત તલકચંદ તત્સત શ્રેષ્ઠીવર્ય ઝવેરી મંલ્મની ઇત્યસ્ય શુભ ભાવનાનુસારેણ (૧) નગીનભાઈ (૨) ચુનીભાઈ (૩) હીરાભાઈ ઈત્યતૈઃ પભિઃ સુપુત્રસ્તેષાં માતા હીરાકુંવર ઇત્યનયાચ વીર સં. ર૪૩૩ વિક્રમ સંવત ૧૯૬૩ (ઈ. સ. ૧૯૦૭) જેઠ સિતર ગુરુવાર તે સંવિગ્ન સારવીય તપાગચ્છીય ગીતાર્થવર્ય મુનિરાજ ૧૦૦૮ મોહનલાલજી મહારાજ પટ્ટપ્રભાવક પન્યાસ પ્રવર ૧૦૦૮ શ્રી હર્ષમુનિ મહારાજ કરકમલ પ્રવિત્રીત વાસ્તક્ષેપ પુરસ્સર અમદાવાદ વાસ્તવ્ય વિધિવિધાનકુશલ શ્રેષ્ઠીવર્ય ઝવેરી લલ્લુભાઈ સુત છોટાલાલ સહયોગન મૂલનાયક શ્રી સંભવનાથ પ્રમુખ જિનબિંબાના પ્રતિષ્ઠાકતા સપ્તમર્ડનવડરામધિરાજ સુરાજ્ય
ચિર નદતાત્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org