________________
સુરતનાં જિનાલયો
વધુ સંભવ છે. કારણ કે બંને ઘરદેરાસરોમાં પ્રતિમાઓની સંખ્યા એકસરખી જ છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
અમારી માન્યતા પ્રમાણે આ ઘરદેરાસર સં. ૧૯૬૩ પૂર્વેના સમયનું છે.
ભણશાળી પોળ, ગોપીપુરા ૧૭. શંખેશ્વર પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૨) ગોપીપુરામાં ભણશાળી પોળમાં, બંગડીવાળા ખાંચામાં પાર્શ્વ-પદ્માવતી એપાર્ટમેન્ટમાં ભોંયતળિયે શ્રી નવીનભાઈ સૂરચંદ બંગડીવાળા પરિવારનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું આરસનું બનેલું નવીન ઘરદેરાસર આવેલું છે.
સં. ૨૦૧૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં આ ઘરદેરાસર સુરત વીશા પોરવાડ જ્ઞાતીય શ્રી નવીનચંદ્ર સુરચંદ ડાહ્યાભાઈ બંગડીવાળા તથા ચંદ્રકળાબહેન નવીનચંદ્ર બંગડીવાળાએ પોતાની જગ્યામાં સ્વદ્રવ્યથી બંધાવ્યાની નોંધ છે.
રંગમંડપ જેવી રચનામાં ફરસ આરસની છે. જમણી બાજુ માણિભદ્રવીરનો ગોખ છે.
ગભારામાં પ્રવેશવાનું કાષ્ઠનું દ્વાર છે જેની ઉપર પદ્માવતીદેવી કમળમાં પાર્થપ્રભુને ઝીલે તેવી કાષ્ટકોતરણી છે. દ્વારમાં અષ્ટમંગલ કોતરવામાં આવ્યા છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૨૫” ઊંચી આરસપ્રતિમા સપરિવાર શિખરયુક્ત આરસની છત્રીમાં બિરાજમાન છે. તેની જમણી બાજુ શ્રી વાસુપૂજયસ્વામી તથા ડાબી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામી છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. ડાબી બાજુ ગૌતમસ્વામી તથા જમણી બાજુ શ્રી પદ્માવતીદેવીના ગોખ છે. ગભારામાં ડાબી બાજુની દીવાલે નીચે મુજબનું લખાણ છે :
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિભ્યો નમઃ | શ્રી નવીનભાઈ સૂરચંદ બંગડીવાળા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ જિનાલય પ્રતિષ્ઠા પ્રશસ્તિ
સુરત વીશા પોરવાડ જ્ઞાતીય કમળાબહેન સુરચંદ ડાહ્યાભાઈ બંગડીવાળાના સુપુત્ર શ્રી નવીનભાઈ તથા ધર્મપત્ની ચંદ્રકળાબહેનની ભાવનાથી અને શાસનસમ્રાટ્ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિજી મ.ના પટ્ટ પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. તથા સંસારી પરમમિત્ર પ. પૂ. આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરિ મની પ્રેરણાથી આ ગૃહજિનાલય તૈયાર થયું.
વડીલબંધુ શ્રીપતભાઈ, ઈશ્વરભાઈ ભગિની વિમળાબહેનની અનુમોદનાથી અને પુત્રી વિશાખા - રીટા, જમાઈ અભયકુમાર - કુમારપાળ, દોહિત્રી હેમા દોહિત્ર ફેનીલ પ્રયત્નથી પાંચે કલ્યાણકોની ઉજવણી સહિત અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો.
પ. પૂ. આ૦ શ્રી વિજયદેવસૂરિ મ., પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ., પ. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિ મ., પ. પૂ. આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરિ મ., પ. પૂ. આ. શ્રી વિ. ડ્રીંકારસૂરિજી આદિ
વિજયચંદોદમાર વધારા બાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org