________________
૪૦
સુરતનાં જિનાલયો
સં. ૧૮૭૭માં દીપવિજયકૃત સુરત કી ગઝલમાં સુરતનાં અન્ય જિનાલયોની સાથે આદેશ્વરના જિનાલયની નોંધ નીચે મુજબની પંક્તિઓમાં થયેલી છે :
સાંતીનાથ કા દેહરાક, માનું સિવપુરી સે રાક,
આદીનાથ જિનવર વીર, તારે ભવાં સાગર તીર. ૬૫ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ ત્રેવીસ આરસપ્રતિમા તથા બસો ચોરાણું ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયની નોંધ છે.
જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૬૪ના વૈશાખ સુદ છઠને બુધવારે થયો હોવાની નોંધ સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં કરવામાં આવી છે. જિનાલય આનસુરગચ્છના જિનાલય તરીકે ઓળખાતું હતું. ઘુમ્મટ ઘણો જ મોટો હોવાનો તથા બાંધણી અને પથ્થરકામ ઘણું સુંદર હોવાનો ઉલ્લેખ પણ ઉપર્યુક્ત ગ્રંથમાં કરવામાં આવ્યો છે.
આજે પણ માળી ફળિયામાં પડતાં પ્રવેશદ્વારની કમાન પર – “શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૯૬૪ના વૈશાખ સુદ ૬ વાર બુધ તખ્ત પર બિરાજમાન છે.” – મુજબનું લખાણ છે. ઉપરાંત સં૨૦૨૩માં પણ જીર્ણોદ્ધાર વિશેની ઉપર્યુક્ત નોંધ કરેલ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. કુલ બેતાળીસ આરસપ્રતિમા, બસો બોતેર ધાતુપ્રતિમા તથા એક રજંત ચોવીસીપટ હતો. સં. ૧૯૬૪માં આનસુરગચ્છે આ જિનાલય બાંધ્યું હોવાની નોંધ હતી. સં. ૨૦૧૦માં વહીવટ દેસાઈ પોળની પેઢી હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં આ જિનાલય વસ્તુપાલ તેજપાલના સમયનું કહેવાય છે તેવી દંતકથા હોવાની નોંધ કરવામાં આવી છે. વહીવટ શેઠ હીરાભાઈ ચુનીલાલ જરીવાળા હસ્તક હતો. એક જૂના પબાસન પરનો લેખ અધૂરો હોવાની નોંધ પણ છે જે નીચે મુજબ છે :
સં. ૧૩૫૬ વર્ષે જેઠ વદી ૨ ગુરૌ પ્રાગ્વાટ જ્ઞાતિ ....... પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી વર્ધમાનસૂરિ શિષ્ય શ્રી મહેંદ્રસૂરિભિઃ
આજે જિનાલયમાં કુલ ઓગણચાળીસ આરસપ્રતિમા તથા બસો છવ્વીસ ધાતુપ્રતિમા છે અને વહીવટ શ્રી આદેશ્વર જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી, શ્રી અમરચંદભાઈ મગનલાલ નાણાવટી તથા શ્રી નરેશભાઈ અમરચંદ મદ્રાસી હસ્તક છે.
મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર સં. ૧૯૮૩નો લેખ છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૬૮૩ના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org