________________
૩૪
સુરતનાં જિનાલયો
ત્રણ ગર્ભદ્વાર અને તેની આજુબાજુ બારી છે. ૧૯” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા પર લેખ નથી. જમણે ગભારે શ્રી ધર્મનાથ તથા ડાબે ગભારે શ્રી સુવિધિનાથ છે. કુલ પિસ્તાળીસ આરસપ્રતિમા પૈકી પાંચ શ્યામ તથા એક રાતા આરસની છે અને ચોત્રીસ ધાતુપ્રતિમા પૈકી બે ચૌમુખી છે. એક રજત ચોવીસજિન પટ છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ તથા ધાતુની એક ગુરુમૂર્તિ છે.
અગાશીમાં મોટા ગભારામાં ૧૯” ઊંચી શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ બાર આરસપ્રતિમા તથા એકસોચાર ધાતુપ્રતિમા અને ધાતુની ચાર દેવીમૂર્તિ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૮૯માં ઉપા. વિનયવિજયકૃત સુરત ચૈત્યપરિપાટીમાં શ્રી શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં મળે છે :
સોલમા એ સોલમા સાંતિ જિPસરૂ એ સૂરતિ સૂરતિપુર સિણગાર કે; અચિરા કુંઅર ગુણનિલો એ, વિશ્વસેન વિશ્વસેન રાય મલ્હાર તો; સોલમાં સાંતિ જિPસરૂ એ.
સોલમાં શાંતીજિણંદ પામી કુમતિ વામી મઇ સહી. હવિ ભજું સ્વામી સીસ નાંમી અંતર જામી રહું ગ્રહી મલપરિં કમલા સબલ છાંડી પ્રીતિ માંડી મુગતિસ્યું,
જિનરાજ કમલાવરી વિમલા પુણ્યપ્રભુનું ઉલહસ્ય. સં. ૧૭૫૫માં જ્ઞાનવિમલસૂરિકૃત તીર્થમાલામાં સુરતમાં મુખ્ય જિનાલયોમાં શાંતિનાથના જિનાલયના કવિ દર્શન કરે છે :
શુભ લગ્નયોગે વિધિસંયોગે, યાત્રા કરવા સંચર્યા, શ્રી સૂર્યપુર વર થકી શ્રાવક સપરિવારે પરવર્યા. ૩
ઋષભ જિનેસર શાંતિજી શાંતિકરણ જગનાથ,
ઇત્યાદિક બહુ જિનવર પ્રણમી શિવપુર સાથ. ૫ સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં કવિ પ્રથમ સુરતના ગોપીપુરાનાં જિનાલયોના વર્ણન કરતા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં કરે છે:
બીજે શ્રી શાંતિનાથને દેહરે શ્રી જગદીસો રે; દ્વાદસ બિંબ પાષાણમેં પંચતીરથી ત્રીસો રે. શ્રી જિન, ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org