________________
સુરતનાં જિનાલયો
૩૩
સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં પણ સં૧૯૫૫માં પ્રતિષ્ઠા થયાની નોંધ મળે છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. કુલ છવ્વીસ આરસપ્રતિમા તથા સત્તાવીસ ધાતુપ્રતિમા હતી. જિનાલય સં. ૧૯૫૫માં બંધાયું હોવાની નોંધ હતી. વહીવટ શેઠ પાનાચંદ મૂળચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં પણ સં. ૧૯૫૫માં જીર્ણોદ્ધાર થયાની નોંધ છે. વહીવટ શેઠ નવીનચંદ બાલુભાઈ વીરચંદ હસ્તક હતો જેઓ કાજીનું મેદાન, ગોપીપુરામાં રહેતા હતા.
આજે વહીવટ શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી લક્ષ્મીચંદ બાબુભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન જીવણચંદ ઝવેરી તથા બિપીનચંદ્ર રતનચંદ ઝવેરી હસ્તક છે.
સં. ૧૯૫૫માં જિનાલયનો જીર્ણોદ્ધાર અથવા પ્રતિષ્ઠા થયાની નોંધ ઉપર્યુક્ત સંદર્ભગ્રંથો માંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ માત્ર સાત વર્ષમાં જ – સં. ૧૯૬૩માં ધાબાબંધી જિનાલયની સ્થિતિ સાધારણ દર્શાવી છે. સં૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો. ફરીવાર જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ છે. અને ત્યારબાદ સં. ૨૦૧૦માં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. એટલે કે સં. ૧૯૬૩ થી સં. ૧૯૮૯ દરમ્યાન જીર્ણોદ્ધાર થયો હશે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૫૫ પૂર્વેનું છે. જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે.
માળી ફળિયા, ગોપીપુરા ૧૦. શાંતિનાથ (સં. ૧૬૮૯ પૂર્વે)
આદેશ્વર (સં. ૧૯૬૩ પૂર્વે) માળી ફળિયામાં શ્રી આદેશ્વરનાં બે જિનાલયની બાજુમાં આરસનું બનેલું શ્રી શાંતિનાથનું સામરણયુક્ત પ્રાચીન જિનાલય આવેલું છે. ઉપરના માળે અગાશીનાં ગભારામાં શ્રી આદેશ્વર મૂળનાયક તરીકે બિરાજે છે.
સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૧૯૯૩ થી સં. ૧૯૯૯ દરમ્યાન શાંતિનાથના જિનાલયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ઉપરના માળે બિરાજમાન શ્રી આદેશ્વરના જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૫૧ માગશર સુદ છઠના રોજ આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિની નિશ્રામાં થઈ હતી.
રંગમંડપ સાદો, સુંદર છે. સ્થંભો પર ચિત્રકામ છે. અષ્ટાપદ, આબુ, ગિરનાર, વરસીતપના પારણાનો પ્રસંગ, ચંદનબાળા તથા મૃગાવતીનો પ્રસંગ, સિદ્ધચક્ર, નેમિનાથની જાન, ગૌતમસ્વામી, ઇલાચીકુમારનો પ્રસંગ, પાવાપુરી, કેવળજ્ઞાન કલ્યાણક જેવા પટ-પ્રસંગોના ચિત્રકામથી દીવાલો શોભે છે. નિર્વાણીદેવી તથા ગરુડયક્ષના ગોખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org