SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો સુખ સંસારના ભોગવી, ચરિત્ર લીધું જગનાથ જો, કેવલલહી સંઘ થાપિયો ધરમ કહુ દોય પ્રકાર જો, પ્રભુ મુખથી કંઈ ઉંચી પામ્યા ભવતણો પાર જો. સુરત શહેરમાં વળી મંદિર છે, તસ સાર જો, ભેટતાં ભાવટ સવીતળે પ્રગટો પુન્ન પ્રકાર જો. દેખી દરસણ પ્રભુતાહરૂં આત્મ અનુભવ થાય જો, આપ સ્વરૂપ ત્યાંહાં સાંભળ્યું ત્યાંહાં ચિદાનંદ કહાય જો. સંવત ઓગણીસ પંદરમે સુદ બીજ ફાગુ રવીવાર જો, મુનિ હુકમ તું દરશણે દેજો શિવપુર સારજો . ૫ ૬ ૭ Jain Education International ८ ' સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય પોરવાડના મહોલ્લા વિસ્તારમાં ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ અઠ્ઠાવીસ આરસપ્રતિમા તથા એંશી ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ૩૧ સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ઓસવાલ મહોલ્લામાં જ થયેલો છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ કરવામાં આવી છે : For Personal & Private Use Only વહીવટ નવલભાઈ ઘેલાભાઈ હસ્તક. જીર્ણોદ્ધાર સં. ૧૯૭૨માં કરાવાયો. સ્થિતિ સારી. આનો વહીવટ આનસુર ગચ્છના વહીવટ સાથે ચાલે છે. બહારના ભાગમાં શ્રી પદમપ્રભુ ભગવાનનું દેરાસર છે, એ દેરાસરની શા દીપચંદ ઊત્તમચંદ તરફથી સંવત ૧૯૭૪ના વૈશાખ શુદ ૬ને શનીવારે પ્રતિષ્ઠા થઈ છે.’ સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં પણ ઉપર્યુક્ત નોંધ કરવામાં આવી છે. તથા આ સમયમાં જ પ્રગટ થયેલ સૂર્યપુરનો સુવર્ણયુગમાં સુરતના જૈન ઐતિહાસિક પ્રસંગો નામના પ્રકરણ-૮માં પૃ. ૧૭૮ ૫૨ ઉમરવાડી પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૫૧માં થઈ હોવાની નોંધ છે. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઓસવાલ મહોલ્લો, ઉમરવાડીમાં પાર્શ્વનાથનું ધાબાબંધી જિનાલય દર્શાવ્યું છે. કુલ પચીસ આરસપ્રતિમા, ઇઠ્યોતેર ધાતુપ્રતિમા, ગૌતમસ્વામીની ધાતુમૂર્તિ તથા ત્રણ રજત ચોવીસજિન પટ હતા. જિનાલય સં. ૧૯૭૧માં બંધાયાની નોંધ હતી. જો કે તે સમયે જિનાલયનો જીર્ણોદ્ધાર થયાના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. વહીવટ દેસાઈ પોળની પેઢી હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. સં ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy