________________
સુરતનાં જિનાલયો
દ્વાર છે. પગથિયાં પાસેની ચોકીના સ્થંભો પરના કોતરણીયુક્ત તોરણો તથા નારીશિલ્પો ધ્યાનાકર્ષક છે. પ્રવેશદ્વારના સ્થંભો અને બારસાખે અષ્ટમંગલ તથા ચૌદ સ્વપ્નોની કોતરણી છે. બારસાખની ઉપર દેવી અને આજુબાજુ ચામર વીંઝતા શિલ્પો છે. પ્રવેશતાં આપણી જમણી બાજુ રંગમંડપમાં પ્રવેશવાના ત્રણ દ્વાર છે. તેની સામે અન્ય એક દ્વાર છે જે બાજુમાં આવેલ શ્રી શાંતિનાથના જિનાલયના ચોકમાં ખૂલે છે. પાસે એક ગોખમાં માણિભદ્રવી૨ બિરાજમાન છે.
રંગમંડપ લંબચોરસ છે. ઘુમ્મટમાં પીળા રંગમાં કોતરણી છે. કુલ સાત ગોખ છે. તે પૈકી ડાબી બાજુ ૧. ચક્રેશ્વરીદેવી, ૨. ગૌતમસ્વામી, ૩. કુંથુનાથ, ધર્મનાથ, સંભવનાથ તથા પાંચ ધાતુપ્રતિમા અને ૪. પદ્મપ્રભુસ્વામી એમ કુલ ચાર ગોખ તથા જમણી બાજુ ૧. પદ્માવતીદેવી, ૨. શાંતિનાથ, અરનાથ, નેમનાથ તથા પાંચ ધાતુપ્રતિમા અને ૩. પાર્શ્વનાથ, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, પાર્શ્વનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, પાર્શ્વનાથ – એમ કુલ ત્રણ ગોખ
છે.
-
ત્રણ ગર્ભદ્વાર છે. ૧૫' ઊંચી શ્રી ઉમરવાડી પાર્શ્વનાથની સહસ્રફણાયુક્ત પરિકરવાળી મનોહર પ્રતિમાને લેખ નથી. ડાબે ગભારે શ્રી મલ્લિનાથ તથા જમણે ગભારે શ્રી આદેશ્વર છે. કુલ ચૌદ આરસપ્રતિમા છે તથા ત્રેપન ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખજી છે. ચોવીસજિનનો ધાતુનો પટ છે.
૨૯
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૬૫૬માં શ્રી નયસુંદર કૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં ઉમરવાડી પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ છે.
સં. ૧૬૮૯માં મુનિ શ્રી ગુણવિજયના શિષ્ય ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં ઉમરવાડી પાર્શ્વનાથને પણ વંદના કરી છે.
Jain Education International
ઉમરવાડી પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૮૯માં ઉપા. વિનયવિજયરચિત સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે ઃ
પાસ એ પાસ જિણેસર રાજીઉએ, જાસ એ જાસ વિમલ જસ રાસિ કે; ત્રિભુવનમાંહઇ ગાજીએ,
ઉંબર ઉંબરવાડા માહઈ કે; પાસ જિણેસર રાજીઉ એ.
भु
રાજી ઉ પાસ જિણંદ જયકર અષય સુષ અવાસએ દરસણઈ જેનિ નાગ પામ્ય નાગરાજ વિલાસએ ધરણીંદ પદમાવતી જેહનાં ચરણ સેવઈં ભાવસ્યું તસ પાય સુરતરૂ તલŪ રંગŪ વિનય મનસુષ ભરી વસ્યું.
For Personal & Private Use Only
www.jainelibrary.org