________________
૨૪
સુરતનાં જિનાલયો નથુભાઈ દર્શાવવામાં આવ્યું હતું. કુલ તેર ધાતુપ્રતિમા હતી જે આજે પણ યથાવત છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં “ઓસવાલ મહોલ્લો – શા. નથુશા હીરચંદને ત્યાં' – એ મુજબનો ઉલ્લેખ થયો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઓસવાલ મહોલ્લામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ઘરદેરાસર બંધાવનાર તરીકે નથુશા હીરાચંદ ઉલ્લેખ થયેલો છે. બંધાયા સંવત ૧૭૫૦ લગભગ દર્શાવવામાં આવી છે. કુલ તેર ધાતુપ્રતિમાનો ઉલ્લેખ છે ઉપરાંત સ્ફટિકની એક પ્રતિમાનો પણ ઉલ્લેખ છે. ઘરદેરાસરની સ્થિતિ સારી હતી અને વહીવટ મોતીચંદ ગુલાબચંદ હસ્તક હતો.
આજે આ ઘરદેરાસરનો વહીવટ શ્રી બિપીનચંદ ખીમચંદ વિધિકારક હસ્તક છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે આ ઘરદેરાસર સં. ૧૭૫૦ લગભગના સમયનું તો છે જ. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની સ્ફટિકપ્રતિમા પરનો લેખ તેની પ્રાચીનતાનો નિર્દેશ કરે છે.
ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા ૫. અજિતનાથ (ઘરદેરાસર) (સં. ૧૯00 લગભગ) ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં ઘર નં. ૧૦/૧૫૩૫માં બીજે માળ અગાશીમાં મધ્યમ કદની રૂમમાં શ્રી મોતીચંદ તલકચંદ ઝવેરી પરિવારનું શ્રી અજિતનાથનું ઘરદેરાસર આવેલું છે.
હાલ મકાનનું સમારકામ થતું હોવાને કારણે મૂળનાયક સપરિવાર માળી ફળિયાના શ્રી આદેશ્વરના જિનાલય(કાંકરિયાનું)માં પરોણાગત બિરાજમાન છે. તેથી મુલાકાત સમયે ઘરદેરાસર ખાલી હતું. સમારકામનું કાર્ય પૂર્ણ થયા પછી મૂળનાયક પુનઃ અહીં પધરાવવામાં આવશે – તેમ ટ્રસ્ટીશ્રીએ જણાવ્યું હતું.
ફરસ આરસની છે. દીવાલો તથા સ્થંભો ઉપર કાષ્ઠની બારીક કોતરણી છે. ત્રણ ગોખ પૈકી વચ્ચેના ગોખની ઉપર ચૌદ સ્વપ્નો, કુંભ તથા દેવીઓ અને નીચેના ભાગમાં અષ્ટમંગલની કલાત્મક કોતરણી તેની સુંદરતામાં વધારો કરે છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી અજિતનાથની સ્ફટિક પ્રતિમા ઉપરાંત દસ ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ શેઠ મૂળચંદ ખુશાલચંદના ઘરદેરાસર તરીકે થયેલો છે. કુલ આઠ ધાતુપ્રતિમા તથા એક રત્નની પ્રતિમા હતી.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં પણ ઓસવાલ મહોલ્લામાં શા- તલકચંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org