________________
સુરતનાં જિનાલયો
હતું. સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ રતનચંદ ફકીરચંદ હસ્તક હતો.
સં. ૨૦૨૩માં સુરતના જિનાલયોની સવિસ્તાર યાદીમાં હરજીરામનો ખાંચો, ગોપીપુરા વિસ્તારમાં શાંતિનાથ-જગાવીરનું દેરાસર સં. ૧૯૬૨ના વૈશાખ સુદ ૧૩ - રવિવારે બંધાયાની નોંધ છે. જિનાલય બંધાવનારના નામમાં નીચે, મુજબનો ઉલ્લેખ થયેલો છે :
‘વિશા ઓસવાલ જ્ઞાતિય ધીગોલઇતિ ગોત્રીય શ્રેષ્ઠી જગજીવનદાસ ઉત્તમચંદના સ્વર્ગસ્થ પુત્ર બાલુભાઈના સ્મરણાર્થે શાંતિનાથ ચૈત્ય પ્રતિષ્ઠાપિતં’
ઉપરાંત સં. ૨૦૦૪માં શ્રી ધરમચંદ ઉદેચંદ જીર્ણોદ્ધાર ફંડ તથા શ્રી ઝવેરી મંડળ મુંબઈ દ્વારા જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યાની નોંધ હતી. વહીવટ મોતીપોળ, ગોપીપુરામાં રહેતા શેઠ રતનચંદ ફકીરચંદ ઝવેરી હસ્તક હતો.
૨૩
હાલ વહીવટ શ્રી શાંતિનાથ ભગવાન જૈન દહેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી બિપીનભાઈ રતનચંદ ઝવેરી, શ્રી કુસુમચંદ રતનચંદ ઝવેરી તથા શ્રી પુષ્પસેન ઝવેરી હસ્તક છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જિનાલયની સ્થાપનાનો સમય સં. ૧૯૬૨ દર્શાવ્યો છે. સં ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં કેશરીચંદ હીરાચંદ ઝવેરી સં. ૧૯૫૪માં જિનાલયની સ્થાપના થઈ હોવાનું જણાવે છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયની સ્થાપના સં ૧૯૬૨માં થઈ હોવાનો વિશેષ સંભવ છે.
ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા
૪. ચિંતામણિ પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૭૫૦ લગભગ)
ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં શાહ નથ્થુચંદ હીરાચંદના મકાનમાં ત્રીજે માળ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે. મકાનની સ્થિતિ જીર્ણ છે.
આ ઘરદેરાસરમાં એક ગોખમાં જર્મન-સિલ્વરની છત્રીમાં કમળદળ સંપુટમાં પ' ઊંચી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની સ્ફટિકની પ્રાચીન પ્રતિમા છે. ઉપરાંત કુલ તેર ધાતુપ્રતિમા તથા એક રજતપ્રતિમા છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આશરે ૮૦૦ વર્ષ પૂર્વે સ્ફટિકની આ પ્રતિમા કમળસંપુટ સાથે દરિયામાંથી પ્રાપ્ત થઈ હતી. તાળું ખોલતાં તેમાં ઉપર્યુક્ત સ્ફટિક પ્રતિમા સાથે દીવો ઝળહળી રહ્યો હતો. શ્રી કુમારપાળ મહારાજ આ પ્રતિમાની પૂજા કરતા હતા તેમ પણ કહેવાય છે. ઐતિહાસિક સંદર્ભ
Jain Education International
આ ઘરદેરાસરનો સૌ પ્રથમ ઉલ્લેખ સં૰ ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મળે છે. ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં આવેલા આ ઘરદેરાસરના પરિવારનું નામ શેઠ લાલુભાઈ
For Personal & Private Use Only
www.jainelibrary.org