________________
સુરતનાં જિનાલયો
સુરતના વીશા ઓસવાલ જ્ઞાતિના ધીગોલ ગોત્રના શ્રી જગજીવનદાસ ઉત્તમચંદ વીરે પોતાના પુત્ર બાલુભાઈના શ્રેયાર્થે આ જિનાલય બંધાવ્યું હોવાથી જગાવીરનું જિનાલય તરીકે ઓળખાય છે.
પગથિયાં ચડતાં સન્મુખ સામરણયુક્ત ગુરુમંદિરની રચના છે. તેમાં આઠ શ્રી લબ્ધિસૂરિ મહારાજના શિષ્ય શ્રી પ્રવીણવિજયજી ગણિના શિષ્ય શ્રી મહિમાવિજયજી ગણિની ગુરુમૂર્તિ છે જેની પ્રતિષ્ઠા સં. ૨૦૨૦માં વૈશાખ સુદ ૧૩ શુભ દિવસે થયેલી છે.
જિનાલય સાદું છે. પ્રવેશતાં એક બાજુ કેસર-સુખડ માટેની રૂમ છે. માણિભદ્રવીરનો ગોખ છે. રંગમંડપ નાનો છે. દીવાલે આરસનું સિદ્ધચક્ર છે. ગૌતમસ્વામી તથા પદ્માવતીદેવીના ગોખ છે. સં. ૨૦૧૩માં વૈશાખ સુદ ૧૧ના દિને આ. શ્રી અશોકચંદ્રસૂરિની નિશ્રામાં મૂળનાયક પ્રતિમાને યથાવત રાખી જિનાલયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મૂર્તિઓ અહીં પ્રતિષ્ઠિત કરી હતી. અન્ય બે ગોખમાં ત્રણ-ત્રણ મળીને કુલ છ આરસપ્રતિમા છે. ગર્ભદ્વારા પાસેના ગોખમાં ગરુડયલ તથા નિર્વાણીદેવીની આરસમૂર્તિ છે.
ગર્ભદ્વાર એક છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા સહિત કુલ સાત આરસપ્રતિમા, તેર ધાતુપ્રતિમા તથા એક સ્ફટિકપ્રતિમા છે. મૂળનાયક પર સં. ૧૯૮રનો લેખ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પ્રાપ્ત થાય છે. તે સમયે મોટી પોળ વિસ્તારમાં દર્શાવેલ આ શિખરબંધી જિનાલયમાં કુલ પાંચ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૬૨માં જગાવીરચંદે જિનાલય બંધાવ્યું હોવાની તથા સ્થિતિ સારી હોવાની નોંધ છે.
સં. ૧૯૮૬માં પ્રગટ થયેલ તીર્થગાઈડ(ભાગ-૧)માં અરજીલાલના મહોલ્લામાં આ જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં ગોપીપુરા મોટી પોળમાં જગાભાઈ વીરચંદે બંધાવેલ શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ છે
સં. ૧૯૮૯માં પ્રગટ થયેલ સુરત ચૈત્યપરિપાટીમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ ગોપીપુરા, મોટીપોળ વિસ્તારમાં થયેલો છે. સં. ૧૯૬રમાં જગાભાઈ વીરચંદે આ જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શેઠ કેસરીચંદ રૂપચંદ હસ્તક હતો.
સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં શેઠ જગાવીરચંદે સં. ૧૯૫૪માં આ જિનાલય બંધાવ્યાની નોંધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં હજીરાનો મહોલ્લો વિસ્તારમાં શાંતિનાથના આ શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. મોટીપોળ પછી આ વિસ્તાર દર્શાવ્યો હતો. કુલ નવ આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૬૨માં જગજીવનદાસ ઉત્તમચંદ વીરે બંધાવ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org