________________
સુરતનાં જિનાલયો
તેમના અન્ય ગ્રંથ – સૂર્યપુર રાસમાળામાં પૃ ૧૨ ઉપર ઉપર્યુક્ત માહિતી સાથે જિનાલયના દ્વાર પરનો લેખ તથા ત્રણ પ્રતિમાલેખો આપ્યા છે જે પૈકી દ્વાર પરનો લેખ નીચે મુજબ છે :
‘શ્રી સંવત ૧૯૪૭ વર્ષે જેઠ માસે શુક્લ પક્ષે તિથિ છઠ શુક્રવારે શ્રી સૂર્યપુરનિવાસી શ્રી ઓસવાલ જાતિય શેઠ ધર્મચંદ્ર સૂત મેલાપચંદ તસ સૂત શેઠ નેમચંદ નવીન જિનચૈત્ય કારિત્વા જિનબિંબ સ્થાપિત’
૨૧
આ શ્રી લબ્ધિસૂરીશ્વરજી રચિત સુરતમંડન શ્રી અનંતજિનસ્તવન પણ ઉપર્યુક્ત ગ્રંથમાં પૃ. ૨૦૫ ઉપર છે.
સં. ૧૯૯૬માં જ પ્રગટ થયેલ સૂર્યપુરનો સુવર્ણયુગમાં શેઠ નેમચંદ મેલાપચંદે સુરતની વાડીનું જિનાલય તથા વાડીનો ઉપાશ્રય અને રત્નસાગરજી સ્કૂલ માટે મકાન બંધાવ્યાની નોંધ પૃ ૧૧૩ પર કરવામાં આવી છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ શિખરબંધી જિનાલયમાં કુલ અઢાર આરસપ્રતિમા, ચૌદ ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા તથા રજતની એક ગુરુમૂર્તિ હોવાની નોંધ છે. સં ૧૯૪૭માં શેઠ નેમચંદ મેલાપચંદે જિનાલય બંધાવ્યું હતું. મૂળનાયક પ૨ સં. ૧૬૮૨નો લેખ હોવાનો ઉલ્લેખ છે. વહીવટ શેઠ મંગળભાઈ હીરાચંદ ઝવેરી હસ્તક હતો. સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩ની સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં ૧૯૪૭માં થઈ હોવાનો તથા શેઠ નેમચંદ મેલાપચંદ ઝવેરીએ બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. વહીવટદાર તરીકે શ્રી તલકચંદ મંગળભાઈ (ગોપીપુરા) સેવા આપતા હતા.
આજે આ જિનાલયનો વહીવટ નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી ઉપાશ્રય જૈન સંઘના ટ્રસ્ટીઓ શ્રી ઉષાકાન્ત એસ ઝવેરી, શ્રી પ્રવીણચંદ રૂપચંદ ઝવેરી તથા શ્રી ૨મેશભાઈ પાનાચંદ ઝવેરી હસ્તક છે. કુલ અઢાર આરસપ્રતિમા તથા ત્રેવીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયક શ્રી અનંતનાથની પ્રતિમા પર સં ૧૬૮૨નો લેખ તથા શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૫૨ સં ૧૬૬૫નો લેખ છે.
સં. ૧૯૮૪, સં. ૧૯૯૬, સં ૨૦૧૦માં જણાવ્યા મુજબ આ જિનાલય સં. ૧૯૪૭માં બંધાયું હતું જ્યારે સં. ૧૯૬૩માં સં. ૧૯૪૯ દર્શાવેલ છે.
અમારી માન્યતા પ્રમાણે જિનાલય સં. ૧૯૪૭ના સમયનું છે. પ્રતિમા પ્રાચીન છે.
હજીરાવાળો ખાંચો, ગોપીપુરા
૩. શાંતિનાથ (સં. ૧૯૬૨)
ગોપીપુરામાં આગમમંદિર રોડ પર આગમમંદિરની પાછળના ભાગમાં હજીરાવાળા ખાંચામાં શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org