________________
૩૧૪
સુરતનાં જિનાલયો
ગૌતમસ્વામી, માણિભદ્રવીર, વરુણયક્ષ તથા અચ્યુતાદેવી યક્ષિણીની આરસમૂર્તિઓ છે. ગભારામાં ૧૩” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની ડાબી બાજુ ચિંતામણિ પાર્શ્વનાથ તથા જમણી બાજુ શંખેશ્વર પાર્શ્વનાથ બિરાજમાન છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે. શત્રુંજયનો પટ છે.
ફાગણ સુદ સાતમને વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા માંગીલાલજી ચંદ્રમલજી ધનરેસા પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ નરોલી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નરોલીના ટ્રસ્ટીઓ શ્રી માંગીલાલજી ચંદ્રમલજી ધનરેસા, શ્રી ગીરધારીલાલજી રામચંદજી મહેતા તથા શ્રી નવીનચંદ્ર ધનરાજજી ધનરેસા હસ્તક છે.
દાદરા નગર હવેલી
૬૦. શ્રી શીતલનાથ (સં. ૨૦૨૮)
,
સેલવાસ તાલુકાથી ૭ કિમીના અંતરે સેલવાસ વાપી મેઇન રોડ પર આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી શીતલનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં- ૨૦૨૮માં વૈશાખ સુદ ૫ને દિને આ શ્રી વિજયરામચંદ્રસૂરિ મ.સાની નિશ્રામાં સોભાગચંદ નવલચંદ સંઘવી પરિવાર દ્વારા થયેલ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની આરસપ્રતિમાની ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ આદેશ્વર છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. પાવાપુરી, રાજગીરી, કેસરિયાજી, આબુ, ભદ્રેશ્વર, ગિરનાર, તારંગા, અષ્ટાપદ, નવપદજી, સમોવસરણ, તળાજા, શત્રુંજય, શંખેશ્વર, રાણકપુર, જીરાવલા, સમેતશિખર તથા ચંપાપુરીના પટ છે.
જિનાલયની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. દાદરા જૈન શ્વે. મૂ સંઘ શ્રી નટવરલાલ રતનચંદ શાહ હસ્તક છે.
સેલવાસ
૬૧. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૯ આસપાસ)
い
સેલવાસમાં કુલ ૧૨૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ત્રણ વ્યક્તિઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. અહીં કુલ બે ઘરદેરાસર તથા એક શિખરબંધી જિનાલય વિદ્યમાન છે.
Jain Education International
મસાટ, ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ૧૬ નંબરમાં શ્રી ભરતભાઈ હીરાચંદ શાહ પરિવારનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
સં. ૨૦૪૯ આસપાસ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૩” ઊંચી ધાતુપ્રતિમાની પ્રતિષ્ઠા આ
For Personal & Private Use Only
www.jainelibrary.org