________________
સુરતનાં જિનાલયો
૩૧૩
વિશા ઓશવાલ જ્ઞાતિના ગુગળિયા ગોત્રીય ધનરાજજી ગુગળિયા પરિવારે પોતાના પરિવારના આત્મકલ્યાણ અર્થે સ્વદ્રવ્યથી આ જિનપ્રાસાદ નિર્માણ કરાવી સીમંધરસ્વામી જિનાલય કાર્યાલયને પરમ બહુમાનપૂર્વક અર્પણ કરેલ છે.
લીંબુના ટોપલામાંથી પ્રકટ થયા હોવાથી લીંબુ પાર્શ્વનાથ અથવા ભીડભંજન પાર્શ્વનાથ તરીકે પણ આ પ્રતિમા ઓળખાય છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી ભીડભંજન પાર્શ્વનાથની શ્યામ પ્રતિમા સહિત કુલ છ આરસપ્રતિમા તથા ચૌદ ધાતુપ્રતિમા છે. ડાબી બાજુ મહાવીર સ્વામી તથા , જમણી બાજુ આદેશ્વર બિરાજમાન છે. પુંડરીકસ્વામી તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓ છે.
આ બન્ને જિનાલયો પાસે એક વાડી છે જેમાં ઘરદેરાસરની રચના છે. વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ તથા કુંથુનાથ – એમ કુલ ત્રણ પ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે સુરત શહેરનાં નાણાવટ, વડાચૌટા વિસ્તારના ઘરદેરાસરની આ પ્રતિમા છે.
વૈશાખ સુદ છઠની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા શ્રી સીમંધરસ્વામીના જિનાલયમાં અણગામવાળા રમીલાબહેન ઝવેરચંદ ગુગળિયા પરિવાર દ્વારા અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથના જિનાલયમાં શ્રી ધનરાજભાઈ ગણેશમલજી ગુગળિયા પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. બન્ને જિનાલયોનો વહીવટ શ્રી સીમંધરસ્વામી જિનમંદિર કાર્યાલયના ટ્રસ્ટીઓ – શ્રી હિતેન્દ્રભાઈ ઝવેરચંદ ગુગળિયા, શ્રી ધનરાજભાઈ ગણેશમલજી ગુગળિયા, શ્રી જયંતિલાલ અમરચંદજી ગુગળિયા, શ્રી મયંકભાઈ અરવિંદભાઈ શાહ તથા શ્રી રાયચંદ ગેનમલજી મહેતા હસ્તક છે.
સુરત જિલ્લાનાં, નવસારી જિલ્લાનાં તથા વલસાડ જિલ્લાનાં ગામોનાં જિનાલયોની નોંધ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ કેટલાંક જિનાલયો વિદ્યમાન છે જેની માહિતી નીચે મુજબ છે. નરોલી, તાલુકો - સેલવાસ, જિલ્લો - દાદરા નગર હવેલી
૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૪૪-૪૫) દાદરા નગર હવેલીથી ૮ કિ મી ના અંતરે આવેલ નરોલી ગામમાં હાલ ૧૩ જૈન કુટુંબો વસે છે. અહીં છેલ્લાં ૫૦ વર્ષમાં ૧૩ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. ગામમાં જ આરસનું બનેલું શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. એક ઉપાશ્રય તથા જ્ઞાનભંડાર છે.
સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે ઘરદેરાસર હતું. સં૨૦૪૪-૪૫માં જીર્ણોદ્ધાર કરી શિખરબંધી જિનાલય બનાવવામાં આવ્યું. ત્યારબાદ સં. ૨૦૧૬માં ફાગણ સુદ ૭ના રોજ આ શ્રી મુક્તિપ્રભસૂરિની પ્રેરણાથી હાલના નવા સ્થળે જિનાલય બંધાવી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી જેનો બધો જ લાભ શ્રી ભોરોલ તીર્થ જૈન સંઘે(બનાસકાંઠા) લીધો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org