________________
સુરતનાં જિનાલયો
૧૯
જિનાલયમાં કુલ ૧૦૮ આરસપ્રતિમા છે. વહીવટ શ્રી આગમમંદિર જૈન સંઘના ટ્રસ્ટીઓ શ્રી શાંતિચંદ્ર છગનલાલ ઝવેરી, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી તથા શ્રી અજિતભાઈ રતનચંદ ઝવેરી હસ્તક છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં જૂની અદાલત, આગમમંદિર રોડ, ગોપીપુરા વિસ્તારમાં શ્રી મહાવીરસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ છે. જિનાલયના બાંધકામ માટે બહેન રતનબહેન સોભાગચંદ તથા નગીનચંદ ઝવેરચંદ તરફથી જમીન ભેટ તરીકે પ્રાપ્ત થયેલ. સ્થાનિક માહિતી મુજબ ફક્ત નવ મહિનામાં જ ભોયરા તથા માળ સાથેનું ભવ્ય જિનાલય તૈયાર થયું હતું. ખાતમુહૂર્ત અમદાવાદના શ્રેષ્ઠી શ્રી માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ દ્વારા તથા શિલારોપણ ભાવનગરના શ્રેષ્ઠી શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી દ્વારા થયું હતું. પ્રતિષ્ઠા સં. ૨૦૦૪ના મહા સુદ ત્રીજના રોજ આગમોદ્ધારક આચાર્ય શ્રી આણંદસાગરસૂરિની નિશ્રામાં શ્રી ફૂલચંદ કલ્યાણચંદના પુત્રી લલિતાબહેન સૌભાગચંદ ઝવેરી દ્વારા કરવામાં આવી હતી.
ટૂંકમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૦૪માં થયેલ છે.
નેમુભાઈની વાડી, જૂની અદાલત, ગોપીપુરા
૨. શ્રી અનંતનાથ - શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૧૯૪૭) ગોપીપુરામાં જૂની અદાલત પાસે, નેમુભાઈની વાડીમાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી અનંતનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપર શિખરમાં ગભારો છે. તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મૂળનાયક છે.
જિનાલયમાં પ્રવેશવાની જાળીવાળો લોખંડનો ઝાંપો છે. તેની બન્ને બાજુ દ્વારપાળનાં બે શિલ્પો છે. ઝાંપો ઓળંગી જિનાલયના કંપાઉંડમાં પ્રવેશાય. રંગમંડપમાં પ્રવેશવા કંપાઉંડમાં કઠેડાવાળા પગથિયાંની રચના છે. તેની ઉપર તથા નીચેના ભાગમાં પથ્થરનાં બનેલાં મોટાં આકર્ષક શિલ્પો છે. આ પ્રકારની રચના જિનાલયની ચારેબાજુ છે.
રંગમંડપમાં આજુબાજુ બે અન્ય પ્રવેશદ્વાર છે જે પૈકી ડાબી બાજુના દ્વારેથી ઉપરના માળે (અગાશીમાં) જવાય. રંગમંડપમાં કુલ દસ ગોખ છે. તે પૈકી બે ગોખમાં ત્રણ-ત્રણ મળીને કુલ છ આરસપ્રતિમા, એક ધાતુની ચોવીસી, ગર્ભદ્વાર પાસેના બે ગોખમાં યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિ છે તથા અન્ય ત્રણ ગોખ ખાલી છે. ફરતે દીવાલો પર વિવિધ પ્રસંગો – મહાવીરસ્વામીના કાનમાં ખીલા ઠોકવા, ચંદનબાળા પ્રભુને બાકરા વહોરાવે છે, વીર પ્રભુને સર્પદંશના પ્રસંગનું સુંદર કાચકામ છે. રંગમંડપના ઘુમ્મટમાં કાચની કારીગરીમાં પરીઓની સુંદર આકૃતિ છે. ઘુમ્મટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org